ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા શહેરમાં બુધવાર સાંજે એક કલાકમાં ૧૮ મીમી જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઇ ખેડબ્રહ્માના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભક્તિનગર સોસાયટીમાં ઢીચણસમા પાણી ભરાતા સોસાયટીના લોકોના મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.લોકોના જણાવ્યાનુસાર દર વષેર્ આ પરિસ્થિતિ સજાર્તી હોવા છતા પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી. હિંમતનગર પંથકમાં બુધવારના રોજ દિવસ દરમ્યાન પડેલા ઝરમર ઝરમર વરસાદથી અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત મળી હતી.