/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

વિકલાંગ વિદ્યાર્થીના ઘરે જઇ પરીક્ષાનું ફોર્મ યુનિવર્સિટીમાં જમા કરાવતા સિન્ડિકેટ સભ્ય

વડગામ : પાલનપુર મુકામે સ્પેશિયલ બી.એડ કોલેજમાં અભ્યાસ કરતા બન્ને પગે ૮૦% અપંગ દિયોદરના દેલવાડા ગામના વિદ્યાર્થી ઠાકોર બચુજી વીરચંદજી જેમના પિતાજીનું વર્ષો પહેલાજ અવસાન થયેલ માતા ખેતી કામમાં છુટક કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.બચુજીને બી.એડના અભ્યાસમાં હાલમાં ચાલી રહેલ યુનીવર્સીટીની પરીક્ષાનું પરીણામ આવતા એ.ટી આવેલ અને એની પુરક પરીક્ષા આપવા માટેની ખાસ લેટ ફી સાથેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૩/૧૦ હતી એકજ દિવસમાં બંને પગે અપંગ વિદ્યાર્થીને દિયોદરથી પાલનપુર કોલેજમાં સહી સિક્કા કરાવી એન ભાડાના વાહનમાં આવી કોરોનાની પરિસ્થિતિમાં અઘરું હતું.તે ઉપરાંત ખાસ લેત ફી અને પરીક્ષા ફી ભરવા માટે પૈશા પણ તેમણે વ્યાજે લેવા પડે એવી પરિસ્થિતિ હતી. 

આ બાબતે બચુજીને તેમના મિત્ર દ્વારા જાણ કરવામાં આવી કે તમે યુનિવર્સીટીના કારોબારી સભ્ય હરેશભાઈ ચૌધરીનો સંપર્ક કરો એ ચોક્કસ તમારી મદદ કરશે.બચુજી ઠાકોરે વેબસાઈટ પર હરેશભાઈ ચૌધરીનો સમ્પર્ક ૨-ઓક્ટોબરના દિવસે પોતાની પરિસ્થિતિ મેસેજ કરીને વોટ્‌સપના માધ્યમથી જણાવતા હરેશભાઈ ચૌધરી એ ૩-ઓક્ટોબરે શૈક્ષણીક મુલાકાત સંદર્ભે દિયોદર આદર્શ કોલેજમાં જવાનું હોઈ ત્યાંથી સીધા તેઓ બચુજી વીરચંદજીના ખેતરમાં તેમના ઘરે જઇ પરીક્ષામાં બેસવા માટેના ફોર્મ ભરવા માટેના ડોક્યુમેન્ટ તેમની જોડેથી ભેગા કરી બચુજી ઠાકોરની ફી ભરવા માટેની ક્ષમતા ના હોઈ ૪૦૦૦ ચાર હજાર ફી આપી ફોર્મ ભરી જાતે પાટણ જઈ પરીક્ષા નિયામક શ્રી ને બચુજી ઠાકોરનું બી.એડ ની પરીક્ષા માટેનું ફોર્મ પરીક્ષા વિભાગમાં જમા કરાવ્યું હતું.ફોર્મ છેલ્લી ઘડીએ છેલ્લા સમયે જમા થવાના કારણે બન્ને પગે ૮૦% વિકલાંગ બચુજી ઠાકોર સોમવારે તા ૦૫/૧૦ થી શરુ થતી બી.એડ ની પુરક પરીક્ષા આપી શકાશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution