બાલાસિનોર : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલાં કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહિસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાની ૧ મહિલા, ૨ પુરુષ, લુણાવાડા તાલુકાના ૩ પુરુષ, સંતરામપુર તાલુકાના ૧ પુરુષ, વિરપુર તાલુકાની ૧ મહિલા અને ૨ પુરુષોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવના અત્યાર સુધીમાં ૬૮૪ કેસ નોંધાઈ ચૂક્યાં છે. આજે જિલ્‍લામાં સારવાર લઇ રહેલાં દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાના ૨ પુરુષો, કડાણા તાલુકાના ૧ પુરુષ, લુણાવાડા તાલુકાની ૧ મહિલા અને ૬ પરુષો, સંતરામપુર તાલુકાના ૧ પુરુષે કોરોનાને હરાવતાં રજા આપવામાં આવી હતી. તેઓ પોતાનાં સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ ૫૭૫ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૮ વ્યક્તિના મૃત્યુ થયાં હતાં, અન્ય કારણથી ૨૮ દર્દી મોતને ભેટ્યાં હતાં. જિલ્લામાં કુલ ૩૬ મોત નોંધાઈ ચૂક્યાં છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલ ફ્લૂ અને કોરોનાના કુલ ૨૩,૦૭૩ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાની ૩૭૦ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટિન હેઠળ રાખવામાં આવી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે ૨૦ દર્દી કેએસપી હોસ્પિટલ બાલાસિનોર, ૬ દર્દી ડિસિ્‍ટ્રક્ટ હોસ્પિટલ લુણાવાડા, ૨૪ દર્દી હોમ આઇસોલેશન, ૩ દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, ૩ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલ અમદાવાદ, ૧ દર્દી ગોત્રી મેડિકલ કોલેજ વડોદરા, ૧ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલ મોડાસા, ૩ દર્દી લુણાવાડા શિતલ નર્સ્િંાગ કોલેજ, ૬ દર્દી જીડ્ઢૐ સંતરામપુર, ૧ દર્દી એસએમવી હોસ્પિટલ ગાંધીનગર, ૨ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલ વડોદરા, ૧ દર્દી અલ હયાત ગોધરા, ૧ દર્દી સ્લોક હોસ્પિટલ નડિયાદ તેમજ ૧ દર્દી સાલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.