/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ડભોઈ ખાતે પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરતો વેપારી ઝડપાયો

વડોદરા

આગામી ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઈનીઝ દોરાના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં ગ્રામ્ય એસઓજીને મળેલ બાતમીના આધારે ડભોઈ ખાતે ચાઈનીઝ દોરીનું જાહેરમાં વેચાણ કરતા વેપારીને ઝડપી પાડી તેની પાસેથી ૨૪૫ નંગ રીલોનો જથ્થો કિંમત રૂા.૭૩,૫૦૦ મળી આવતાં જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોનાના ગ્રહણ વચ્ચે લોકો ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે ઉત્સુક બન્યા છે. તહેવારમાં વિવિધ બ્રાન્ડની રીલો મળતી હોઈ જે ચાઈનીઝની રીલોમાં વેચાણ પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે છતાં કેટલાક વેપારીઓ દ્વારા બિનઅધિકૃત રીતે ચાઈનીઝ દોરીનું અંદરખાને વેચાણ કરી રહ્યા હતા.

ડભોઈ ખાતે કાજીવાડ મસ્જિદ પાછળ રહેતો સોહિલ અબ્દુલ શેખ પ્રતિબંધિત ચાઈનીઝ રીલોનું વેચાણ કરતો હતો જે અંગેની બાતમી જિલ્લા એસઓજીને મળી હતી. બાતમીના આધારે પીઆઈ એ.એ.દેસાઈ, પીએસઆઈ ટી.બી.પંડયા સહિતના સ્ટાફે ડભોઈ ખાતે રેડ કરી હતી અને વેપારી સોહિલ શેખ પાસેથી ૨૪૫ નંગ ચાઈનીઝ દોરાની રીલો કિંમત રૂા.૭૩૫૦૦નો જથ્થો મળી આવ્યો હતો જે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution