જામનગર -

આજે અવકાશમાં એક અદ્ભુત ખગોળીય ઘટના થવા જઇ રહી છે જેને નરી આંખે નિહાળી શકશો. આજે 23 જુલાઈ, ગુરૂવારના રોજ નિઓવાઇઝ નામનો ધૂમકેતુ પૃથ્વીની સાઉથ નજીકથી આ ખગોળીય નજારો સૂર્યાસ્ત પછી નરી આંખે જોઇ શકાશે.

ધૂમકેતુ હાલમાં આકાશમાં દેખાય છે. માર્ચ મહિનાની 27મી તારીખે નાસાના ટેલીસ્કોપ દ્વારા શોધવામાં આવેલ આ ધૂમકેતુનું ખગોળશા નામ સી-2020-એફ-3 રાખવામાં આવેલ છે. આ ધૂમકેતુ 3જી જુલાઇના રોજ સૂર્યથી સૌથી નજીક હતો. હાલમાં તે પૃથ્વીથી 12 કરોડ કિલોમીટર દૂર છે. આજે, જુલાઇની 23 તારીખે આ ધૂમકેતુ પૃથ્વીથી સૌથી નજીક એટલે 10 કરોડ કિલોમીટર દૂર હશે.

આ સમયે આ ધૂમકેતુને ઉત્તર - પશ્ચિમ દિશામાં એટલે કે વાયવ્ય ખૂણામાં સૂર્યાસ્ત બાદ એક કલાક સુધી સપ્તષિ તારા મંડળ પાસે ચમકતી પૂછડી સાથે જોઇ શકાશે. કલાકના 2900 કિલોમીટરની ઝડપે સૂર્યની પ્રદક્ષીણા કરતો આ ધૂમકેતુની પૂંછડીની લંબાઇ પાંચ કરોડ કિલોમીટર હોવાનો અંદાજ છે.

તા. 18 જુલાઇના રોજ આ ''નિયોવાઇઝ'' ધૂમકેતુને લાંબી પુછડી સાથે જામનગર શહેરમાંથી ખગોળવિદ દ્વારા નિહાળવવામાં આવ્યો હતો. તજજ્ઞો દ્વારા જણાવ્યા પ્રમાણે, તારીખ 23 જુલાઈના તે પૃથ્વીની સૌથી નજીક હશે, પરંતુ સૂર્યથી દૂર હોવાને કારણે તેની તેજસ્વિતા ઓછી હશે. હાલમાં તે સાંજે ઉત્તર-પશ્ચિમ દિશામાં સપ્તર્ષિ તારામંડળની પાસે એટલે કે તેની ડાબી તરફ દેખાઈ રહ્યો છે. જોકે રાજકોટ જેવા મોટા શહેરમાં પ્રકાશ અને પ્રદૂષણને કારણે તેને જોવા દૂરબીન કે ટેલિસ્કોપની જરૂર પડશે. ધૂમકેતુ જોવાનો સાનુકૂળ સમય રાત્રે 8.15થી 9 કલાક સુધીનો રહેશે.