રાજકોટમાં યુવકે તેની પત્નીને જન્મદિવસે ભેટમાં ચંદ્ર પર જમીન ખરીદીને આપી
25, ઓગ્સ્ટ 2023 990   |  

રાજકોટ એક પતિએ તેની પત્નીને જન્મદિવસ પર નાની મોટી ગિફ્ટ નહીં પરંતુ ચંદ્ર ઉપર જમીનનો ટુકડો ખરીદી આપ્યો. આ અનોખો કિસ્સો છે રાજકોટનો... જ્યાં ચેતન જાેશીએ તેની પત્ની ખુશી જાેશી માટે ચંદ્ર પર એક એકર જમીન ખરીદી છે. પતિએ એક એકર જમીનની ખરીદી માટે ૩.૫ લાખ ચૂકવ્યા હતા. જ્યારે ચંદ્રયાન -૩ લોન્ચ થયું ત્યારે ચેતન જાેશીને ત્યાં જમીન લેવાનો વિચાર આવ્યો હતો અને આખરે જમીન લઇને પત્નીને સરપ્રાઇઝ આપી. પતિએ આપેલી સરપ્રાઇઝથી પત્ની પણ ખૂબ ખુશ જાેવા મળી હતી. પત્નીને જન્મ દિવસની ગિફ્ટ આપવા માટે રાજકોટના યુવાને ચંદ્ર પર જમીન ખરીદી છે. આજે જ્યારે ચંદ્રયાન-૩ નું સફળ લેન્ડિંગ થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટના યુવાને અનોખું સાહસ કર્યું છે. ચંદ્રાયાન-૩ લોન્ચ થયું ત્યાર બાદ યુવકને આ વિચાર આવ્યો હતો. ૧૫ દિવસ પહેલા ચેતન જાેશીએ પોતાની પત્ની ખુશી જાેશીને ગિફ્ટ આપવા જમીન ખરીદી છે. ચેતન જાેશીએ એક એકર જમીન ખરીદી છે. એક એકર જમીન રૂપિયા ૩.૫૦ લાખમાં ખરીદી છે. પતિનાં સરપ્રાઈઝ ગિફ્ટથી પત્ની ખૂબ જ ખુશ થઈ છે. રાજકોટના યુવાએ યુએસની કંપનીને અરજી કરી અને ૧૫ દિવસની જ કાર્યવાહી પૂર્ણ કરી હતી. બાદમાં નાસામાં તેમને પેમેન્ટ કરીને તેને પોતાની પત્નીને ૧ એકર જમીન ગીફ્ટ આપી છે. જેની કિંમત અંદાજે ૩ લાખ રૂપિયા છે. અનેક એવી વેબસાઈટ છે જે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરતી આવી છે, પરંતુ ખરેખર ચંદ્રની માલકી માટે જમીન કોની પાસે લઈ શકાય એ ખૂબ જ મહત્વનો હોય છે. આમ તો ભારત દેશે ધી આઉટર સ્પેસ ટ્રીટી નામની એક આંતરરાષ્ટ્રીય સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution