21, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
2475 |
SCO શિખર સંમેલનમાં વડાપ્રઘાન નરેન્દ્ર મોદી હાજરી આપશે
ચીનના વિદેશ મંત્રી વાંગ યી નવી દિલ્હી યાત્રાએ હતા. આ દરમિયાન ભારત-ચીન વચ્ચે સરહદ વ્યવસ્થાપન અને નિયંત્રણ અંગે એક નવા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વાંગ યીએ 18 થી 19 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભારતના NSA અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વ્યાપક વાતચીત કરી હતી.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, બંને પક્ષો વિવિધ ક્ષેત્રોમાં ફરી સંવાદ શરૂ કરવા, પરસ્પર લાભદાયી સહયોગને વધુ ગાઢ બનાવવા, વૈશ્વિક પડકારોનો સંયુક્ત રીતે સામનો કરવા અને એકતરફી જોખમોનો વિરોધ કરવા સંમત થયા છે. બંને પક્ષો સરહદી પ્રશ્ન પર નવા સામાન્ય કરારો પર સંમત થયા. જેમાં સામાન્ય વ્યવસ્થાપન અને નિયંત્રણ, સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી, સંવેદનશીલ વિસ્તારોને યોગ્ય રીતે સંબોધિત કરવા અને જ્યાં પરિસ્થિતિઓ અનુકૂળ હોય ત્યાં સરહદી વાટાઘાટો શરૂ કરવાનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદી સાથે વાંગની મુલાકાત અંગે વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, વાંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન લી કેકિયાંગ વતી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
વાંગે 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે ચીને તિયાનજિન શહેરમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં હાજરી આપવા માટે વડાપ્રધાન મોદીની મુલાકાતનું સ્વાગત કર્યું છે.