21, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
3069 |
CM ને હાથ-ખભા અને માથામાં ઈજા, ગૃહ મંત્રાલય Z-કેટેગરી સુરક્ષાની સમીક્ષા કરશે
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે સવારે લોક દરબાર દરમિયાન એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. હુમલાખોર ગુજરાતના રાજકોટનો રહેવાસી રાજેશ ખીમજીભાઈની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. તેને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
આરોપી રાજેશ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. ગુજરાતમાં તેની સામે છરાબાજી સહિત પાંચ કેસ નોંધાયેલા છે. જોકે, ધરપકડ દરમિયાન તેની પાસેથી કોઈ હથિયાર મળ્યું ન હતું. તે બે દિવસ પહેલા જ દિલ્હી પહોંચ્યો હતો. ઇન્ટેલિજન્સ બ્યુરો અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ તેની પૂછપરછ કરી રહી છે.
હુમલામાં ઘાયલ થયેલા મુખ્યમંત્રી રેખા હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. તેમના હાથ, ખભા અને માથા પર ઈજાઓ થઈ છે. મુખ્યમંત્રી રેખાને હાલમાં Z કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
Z કેટેગરીમાં 22થી 25 સુરક્ષા કર્મચારીઓ છે. જેમાં PSO, એસ્કોર્ટ્સ અને આઠ સશસ્ત્ર ગાર્ડનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલય મુખ્યમંત્રીની સુરક્ષાની સમીક્ષા કરશે.