21, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
2376 |
હરમનપ્રીત સિંહની કપ્તાનીમાં ટીમ રમશે, 18 સભ્યોની ટીમ જાહેર
હોકી ઇન્ડિયાએ આગામી 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન બિહારના રાજગીરમાં રમાનાર પુરુષ હોકી એશિયા કપ માટે 18 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. અનુભવી ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની આ ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
આ ટુર્નામેન્ટમાં કૃષ્ણ પાઠક અને સૂરજ કરકેરા ગોલકીપિંગની જવાબદારીઓ સંભાળશે. ડિફેન્સિવ લાઇનમાં કેપ્ટન હરમનપ્રીત સિંહ સાથે અમિત રોહિદાસ, જરમનપ્રીત સિંહ, સુમિત, સંજય અને જુગરાજ સિંહનો સમાવેશ થાય છે. મિડફિલ્ડમાં મનપ્રીત સિંહ, વિવેક સાગર પ્રસાદ, રાજિન્દર સિંહ, રાજકુમાર પાલ અને હાર્દિક સિંહ મજબૂતી આપશે. આક્રમણનું નેતૃત્વ મનદીપ સિંહ, અભિષેક, સુખજીત સિંહ, શિલાનંદ લાકડા અને દિલપ્રીત સિંહ કરશે. નીલમ સંજીવ જેસ અને સેલ્વમ કાર્થીને વૈકલ્પિક ખેલાડીઓ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
ટીમના કોચ ક્રેગ ફુલ્ટને કહ્યું, 'અમે એક અનુભવી ટીમ પસંદ કરી છે, જે દબાણ હેઠળ વધુ સારું પ્રદર્શન કરી શકે છે. એશિયા કપ અમારા માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વર્લ્ડ કપ માટે ક્વોલિફાયેશન દાવ પર છે.