અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ધટના બાદ સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ
21, ઓગ્સ્ટ 2025 અમદાવાદ   |   2970   |  

ડીઈઓએ સ્કૂલને પ્રત્યક્ષ શિક્ષણ ન કરવા આદેશ, સ્ટાફની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત મંગાયો

અમદાવાદનાં પૂર્વમાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીના હત્યાની ઘટના બાદ ગઈકકાલે સવારે મોટી સંખ્યામાં સ્થાનિકો-વાલીઓએ ઉગ્ર વિરોધ સાથે તોડફોડ કરતા અને શિક્ષકો-સ્ટાફ સાથે ઝપાઝપી કરતા સ્થિતિ વણસી હતી. હવે વાલીઓ-સ્થાનિકોથી માંડી વિવિધ સંગઠનોના આક્રોશને ડીઈઓ દ્વારા સેવન્થ સ્કૂલને પ્રત્યક્ષ શિક્ષણ ન કરવા આદેશ આપ્યો છે.જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી સ્કૂલને કલાસરૂમ શિક્ષણ ન કરવા અને વિદ્યાર્થીઓને સ્કૂલે ન બોલાવવા માટે સૂચના અપાઈ છે. ડીઈઓ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને પત્ર લખીને જણાવ્યુ છે કે હાલની સ્થાનિક પરિસ્થિ અને વાલીઓના આક્રોશને જોતા પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શક્ય નથી.જેથી જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે.

આ ઉપરાંત શહેર ડીઈઓ દ્વારા પોલીસ કમિશનરને પણ પત્ર લખીને જણાવ્યું છે કે સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત વિના પ્રત્ય શૈક્ષણિક કાર્ય શક્ય નથી. જેથી વિદ્યાર્થીઓના હિતને ઘ્યાને રાખી ઓનલાઈન શિક્ષણ માટે સ્કૂલને જાણ કરાઈ છે. ઉપરાંત ઓનલાઈન શિક્ષણ અને અન્ય કામગીરી માટે સ્કૂલમાં આવનારા શિક્ષકો તેમજ સ્ટાફની સુરક્ષાને ઘ્યાને રાખી પોલીસ બંદોબસ્ત આપવામા આપવામા આવે તેમ પણ કહ્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution