/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

આવી ઘટના ફરી ન બને તે માટે દાખલો બેસે તેવી કાર્યવાહી ઃ ડો.વિજય શાહ

વડોદરાના મેયર નિલેશસિંહ રાઠોડ સામે ફરતી કરાયેલી પત્રિકાકાંડ મામલે પક્ષના નેતા અલ્પેશ લિંમ્બાચિયાની ધપપકડ થતા શહેર ભાજપા પ્રમુખે કહ્યુ હતુ કે, સમગ્ર હકીકત પ્રદેશમાં મોકલવામાં આવી છે.પ્રદેશના નિર્દેશના આઘારે કાઉન્સિલર અલ્પેશ લિંમ્બાચિયાની સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે.ડો. વિજય શાહે પત્રકારોને વઘુમાં જણાવ્યું હતું કે, આ ઘટના વડોદરાના સર્વોચ્ચ પદ માટે લાંછનરૂપ છે. હાલ પ્રદેશમાંથી સુચના આવે તેની રાહ જાેઇ રહ્યા છે. આ પત્રિકા કાંડથી પક્ષની પ્રતિષ્ઠાને પણ નુકશાન પહોંચ્યું છે.અલ્પેશ લીમ્બચીયા પાર્ટીના વર્ષોથી હોદ્દેદાર છે. તેઓ પાસે પક્ષના નેતાની પણ જવાબદારી હતી. નનામી પત્રિકામાં કોઇ ધરપકડ થઇ હોય તેવી પહેલી ઘટના છે. પોલીસે પત્રિકા સંદર્ભે અલ્પેશ લિંમ્બાચિયાની ધરપકડ કરી છે. તેઓની ઓફિસના કમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કરવામાં આવ્યા છે.આ વિચારી ન શકાય તેવી ઘટના છે. ક્યારે કોઇ વ્યક્તિ પોતાના મિત્ર માટે પત્રિકા બહાર પાડે તે દુઃખદ બાબત છે. ચૂંટાયેલા પ્રતિનિધિ સામે કયા પગલાં ભરવા તે અંગેનો નિર્ણય પ્રદેશ મોવડીના માધ્યમથી થાય છે. સૂચના આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

જાેકે, તેમણએ એમપણ કહ્યુ હતુ ેક, પત્રિકા ઉપરથી સ્પષ્ટ થાય છે કે, મેયર અને નેતા વચ્ચેની વ્યક્તિગત ઘટના છે. પત્રિકામાં પક્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મેયર નિલેશ રાઠોડે પક્ષ સમક્ષ પોતાના વિરૂધ્ધની પત્રિકા અંગેની વાત મૂકી હતી. પત્રિકામાં કરાયેલા આક્ષેપો અલગ-અલગ છે. વ્યક્તિગત આક્ષેપો પણ કરાયા છે. મેયર બન્યા પછીના પણ આક્ષેપ કરાયા છે. વ્યક્તિગત દુશ્મનાવટના કારણે પત્રિકા છે. મેયર સામે જે આક્ષેપો થયેલા છે તે આક્ષેપો અંગે કોર્પોરેશનના માધ્યમથી પણ તપાસ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution