અમદાવાદ-

મ્યુનિસિપલ કોર્પોરેશનના કેમ્પસમાં જુગાર રમતા કોર્પોરેશનના 4 કર્મચારી સહિત કુલ 7 ઝડપાયા હોવાની વિગત મળી હતી.કોર્પોરેશનના કોટ પાસે અંધારામાં છેલ્લા 8 દિવસથી જુગાર રમતો હોવાની બાતમી કરંજ પોલીસને મળી હતી.આજે ડિસ્ટફ પીએસઆઇ મકરાણીએ છટકું ગઠવીને 7 લોકોને તીન પત્તિનો જુગાર રમતા ઝડપી લીધા છે.જેમાં 4 આરોપી કોર્પોરેશનના કર્મચારી છે. જ્યારે બીજા આરોપીઓ ત્યાં જુગાર રમવા આવ્યા હતા.પોલીસે 24000 મુદ્દામાલ કબજે કર્યો છે.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલા સાત માણસોમાં 4 કોર્પોરેશનના કર્મચારી છે ,જ્યારે એક વ્યક્તિ કોર્પોરેશનનો માજી કર્મચારી છે .તેમજ બે ખાનગી માણસો છે .જુગાર રમતા પકડાયેલા માણસોને પોલીસ કારંજ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને તેમની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .