અમદાવાદ-

અમદાવાદમાં સફાઈ કામદારોની હડતાળ આખરે સમેટાઇ છે. કામદારોના પ્રદર્શનને લઈ કોર્પોરેશન બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો. જેને પગલે પોલીસ જવાનો અને SRPનો મોટો કાફલો ખડકાયો હતો. આજુબાજુના પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બોલાવાયો હતો. સફાઈ કામદારોએ વિવિધ માગણીઓને લઈ કોર્પોરેશનનો ઘેરાવ કર્યો હતો.

આજ રાતથી જ સફાઈકર્મીઓ પોતાનું કામ શરૂ કરશે. ઉલ્લેખનિય છે કે, હડતાલમાં સામેલ સફાઈકર્મીઓએ સવારે બોડકદેવ પર દેખાવો કર્યા હતા. જે બાદ સાંજે દાણાપીઠ ખાતે કોર્પોરેશનની મુખ્ય કચેરીનો ઘેરાવ કર્યો હતો. ગઈકાલે રિવરફ્રન્ટ હાઉસમાં મ્યુનિસિપલ કમિશનર સાથે સફાઈ કામદારોના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. અમદાવાદમાં છેલ્લા ૬ દિવસથી સફાઈ કર્મચારીઓ પોતાની માંગને લઈને અડગ હતા. વારસાઈ હક તેમજ ડીવાયએમસી સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે સફાઇ કામદારોએ વસ્ત્રાપુર પોલીસ મથકથી હડતાલની શરૂઆત કરી હતી. જે આજે બોડકદેવ કચેરી સુધી પહોંચી હતી. અહીં દરરોજ મોટી સંખ્યામા કર્મચારીઓ એકઠા થયા હતા.