મુંબઇ

બોલીવુડ અભિનેતા અજય દેવગને શુક્રવારે પોતાનો 52મો જન્મદિવસ ઉજવ્યો હતો. અજય દેવગનને તેના મિત્રો સહિત તમામ લોકોએ જન્મદિવસની શુભેચ્છા આપી હતી. અજય દેવગન એસ. રાજામૌલીની ફિલ્મ RRRમાં દેખાશે. ફિલ્મના નિર્માતાઓએ RRR ફિલ્મમાં અજય દેવગનનો ફર્સ્ટ લુક રિલિઝ કરી અજય દેવગનને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. આ પહેલા ફિલ્મ નિર્માતાઓએ આલિયા ભટ્ટ અને રામ ચરણના જન્મદિવસે પણ તેમનો ફર્સ્ટ લુક રિલિઝ કર્યો હતો.

રામ ચરણ અને જૂનિયર NTR ભાઈઓની ભૂમિકામાં જોવા મળશેRRR ફિલ્મમાં રામ ચરણ અને જૂનિયર NTR મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જાણવા મળી રહ્યું છે કે, ફિલ્મમાં બંને અભિનેતા ભાઈઓની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે રામ ચરણRRR ફિલ્મની વાર્તા કાલ્પનિક છેઆપને જણાવી દઈએ કે જે ભારતના સ્વતંત્ર સૈનિક અલ્લુરી સીતારામ રાજૂ અને કોમારામ ભીમની આજુબાજુ જોવા મળશે કે જેમણે બ્રિટિશ રાજ અને હૈદરાબાદના નિઝામ સામે લડાઈ લડી હતી. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલિઝ કરવામાં આવશે.