મુંબઇ 

અપકમિંગ નેટફ્લિક્સ શો 'Ak vs AK' હાલમાં ખુબજ ચર્ચામાં છે. આ વિવાદ તેનું ટ્રેલર સામે આવ્યા બાદ થઇ રહ્યો છે. ખરેખરમાં, એક સીનમાં અનિલ કપૂર વાયુસેનાની યુનિફોર્મમાં અનુરાગ કશ્યપને આપત્તિજનક શબ્દ કહેતો નજર આવે છે. આ સીન અંગે વાયુસેનાએ આપત્તિ જતાવી છે અને તે સીન હટાવવા કહ્યું છે. હવે તેનાં પર શોનાં એક્ટર અનિલ કપૂરને વાયુસેનાની માફી માંગતો નજર આવે છે.

તેણે તેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં અનિલ કપૂર કહે છે કે, 'મારી નવી ફિલ્મ 'AK vs AK'નાં ટ્રેલરથી કેટલાંક લોકોને દુખ પહોચ્યુ છે તેમાં મે ભારતીય વાયુસેનાની યૂનિફોર્મ પહેરીને કેટલાંક આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. અજાણતા મે લોકોની ભાવનાઓને આહત કરી છે. તેથી હું તેમની માફી માંગુ છું. '

આપને જણાવી દઇએ કે, આ પહેલાં અનુરાગ કશ્યપ અને અનિલ કપૂરે ટ્વિટર પર શિત યુદ્ધ છેડી દીધુ હતું અને બંને એકબીજા વિરુદ્ધ જેમ ફાવે તેમ બોલતા નજર આવ્યા હતાં. તેઓ ટ્વિટ્સ દ્વારા એક બીજાની વિરુદ્ધ નિવેદન કરી રહ્યાં હતાં. પહેલાં તો કોઇને પણ લાગે કે આ બંને વચ્ચે કંઇ બાબતે મતભેદ થયો છે અને તેઓ ઝઘડી રહ્યાં છે. પણ ખરેખરમાં આ તેમનાં નેટફ્લિક્સનાં શો 'Ak vs Ak'નાં પ્રમોશન માટે ખોટું વાકયુદ્ધ હતું. તે શોનાં ટ્રેલર વખતે જાહેર થયું.