લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, સપ્ટેમ્બર 2026 |
4356
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, જેઓ તેમના બેબાક નિવેદનો માટે જાણીતા છે, તેમણે ફરીથી એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી રાજકીય ગરમાવો વધી ગયો છે.
નાગપુુરમાં આયોજિત એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે, ચૂંટણીમાં શિક્ષિત વિસ્તારો કરતાં ક્રિમિનલ, અંડરવર્લ્ડ અને રેડ લાઇટ વિસ્તારોમાંથી મને વધુ વોટ મળ્યા હતા. ગડકરીનું આ નિવેદન હવે વાયરલ થઈ રહ્યું છે. નાગપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ચૂંટણીમાં શિક્ષિત લોકો કરતાં અંડરવર્લ્ડ અને રેડ લાઇટ વિસ્તારોમાંથી મને વધુ વોટ મળ્યા હતા. શહેરના મોટા અને શિક્ષિત વિસ્તારોમાં મને કુલ મતદાન ટકાવારીના લગભગ ૭૦-૭૫% વોટ મળ્યા, જ્યારે ગુનેગાર, અંડરવર્લ્ડ અને રેડ લાઇટ વિસ્તારોમાંથી મને ૯૨% વોટ મળ્યા. ગડકરીએ હસતાં હસતાં કહ્યું કે, નાગપુરમાં અંડરવર્લ્ડ અને અસામાજિક કાર્યો સાથે જાેડાયેલા લગભગ ૯૯% લોકો મારા સમર્થક છે. જાેકે આનો અર્થ બિલકુલ એવો નથી કે હું તેમના કામ કે પ્રવૃત્તિઓનું સમર્થન કરું છું. મારો આ તમામ લોકો સાથે સંબંધ છે પરંતુ તેને ખોટા અર્થમાં લેવો જાેઈએ નહીં.ગડકરીએ વધુમાં સ્પષ્ટતા કરી કે, આનો અર્થ એવો ન કાઢવો જાેઈએ કે મારા તે લોકો સાથે સંબંધ છે અથવા હું તેમના કામોનું સમર્થન કરું છું. તે વિસ્તારોમાં રસ્તા બનાવડાવવા અને સામાજિક કાર્ય કરવાના કારણે ત્યાંના લોકોએ મને વોટ આપ્યા.
આ અગાઉ પણ નીતિન ગડકરીના અનેક નિવેદનો ચર્ચામાં આવ્યા છે. તેઓ કોઈ પૂર્વધારણા વગર પોતાની વાત મૂકનાર નેતા માનવામાં આવે છે. વિતેલા દિવસોમાં તેમણે જાતે જ કહ્યું હતું કે ખૂબ કામ કરી લીધું, હવે નવી પેઢીને તક મળે.