માંડવી

માંડવી તાલુકાનાં અરેઠ ગામ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન સહિત કોવિડ કેર સેન્ટર, સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ લેબ અને ૨૪ કલાક એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરવા યુથ કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અરેઠ એક આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે અને હાલ રોજ બરોજ વધતા જતા કોરોનાનાં કેસોને ધ્યાનમાં લઈ તેમજ આ વિસ્તારમાં પણ અધિક માત્રામાં કોરોના પોઝિટિવ કેસો આવતા હોય જેથી સારવાર અર્થે દૂર સુધી જવું પડે છે. તો અરેઠ ખાતે બનાવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રને કોવિડ કેર સેન્ટર બનાવી ઓક્સિજન સહિત કાર્યરત કરાય. તેમજ કોરોના ટેસ્ટ કર્યા બાદ સેમ્પલ સુરત ખાતે મોકલવામાં આવે છે. જેથી રિપોર્ટ આવતા બે થી ત્રણ દિવસો થઈ જાય છે. તો ગ્રામ્ય કક્ષાએ કોવિડ ટેસ્ટિંગ લેબોરેટરી ની સુવિધા ઉપલબ્ધ થાય. અને સામુહિક આરોગ્ય કેન્દ્રની ૧૦૮ ને ૧૨ કલાક નાં બદલે ૨૪ કલાક કાર્યરત કરવામાં આવે તો આ વિસ્તારનાં પ્રજાજનોને ખૂબ રાહત થાય તેમ જણાવતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ