દિલ્હી-

દેશના રમતવીરો માટે ગૂડ ન્યુઝ છે. કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજજુએ એક મહત્વની જાહેરાત કરી હતી. જે મુજબ ખેલાડીઓને તેમના પ્રધાન બદલ અપાતા રાષ્ટ્રીય સ્પોર્ટસ એવોર્ડની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

રમતગમત મંત્રી કિરણ રિજજુએ આજે નેશનલ સ્પોર્ટસ અને એડવેન્ચર એવોર્ડની 7 કેટેગરીમાં એવોર્ડની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીના કારણે આ એવોર્ડનો સમારોહ વર્ચ્યુઅલ ઓનલાઈન યોજાયો હતો. ભારતના દંતકથારૂપ હોકી ખેલાડી ધ્યાનંચદના જન્મ દિવસે ભારતમાં સ્પોર્ટસ ડેની ઉજવણી નિમિતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા વર્ચ્યુનલ સમારોહમાં ખેલાડીઓને વિવિધ એવોર્ડથી સન્માનીત કરાયા છે. 

આ વખતેનું કેટેગરીમાં 74 ખેલાડીઓ અને કોચને એવોર્ડથી સન્માનીત કરાશે. જો કે 60 લોકો જ વર્ચ્યુઅલ સમારોહમાં હાજર હતા. કોરોનાને કારણે પ્રથમ વખત એવોર્ડ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો ન હતો, એવોર્ડ વર્ચ્યુઅલ આપવામાં આવ્યા હતા. ખેલરત્ન માટે પસંદ થયેલ મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ પીપીઈ કીટ પહેરીને બેંગ્લુરુમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડીયાના સેન્ટરમાં આવીને વર્ચ્યુઅલ એવોર્ડ સેરેમનીમાં સામેલ થઈ હતી.