પોશીના : પોશીના તાલુકો આ વિસ્તાર આદિજાતિના લોકો અને સાબરકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકો હોય સાબરકાંઠા જિલ્લાના અને ખેડબ્રહ્મા તાલુકામાંથી પોશીના તાલુકાનું વિભાજન થતાં સરકાર દ્વારા છેવાડાના માનવીને આ વિસ્તારની ટ્રાઇબલ વિસ્તારની જનતાની સુવિધા માટે તાલુકા સેવા સદન આરોગ્ય સેવાઓ કોલેજ,કૉર્ટ જેવી કચેરીઓ કાર્યરત થઇ રહી છે આ વિસ્તારના રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના અથાગ પ્રયાસથી આ વિસ્તારની મુલાકાત લઇ આ વિસ્તારના જટિલ પ્રશ્નો ઉકેલવા માટે તેઓ આ વિસ્તારનો પ્રવાસ કરતા હોય છે .આ વિસ્તારના વિદ્યાર્થીઓને આઇ.ટી.આઇ.ની સુવિધા મળે તે માટે તેમના પ્રયાસથી સરકારે આદિજાતિના વિદ્યાર્થીઓ માટે અધતન આઈ. ટી.આઇ. નું નવીન બિલ્ડીંગ મંજૂર કરતા તે બિલ્ડીંગ તૈયાર થઈ જતા આ વિસ્તારના ટેલેન્ટ ધરાવતા વિદ્યાર્થીઓને તેનું બહોળો લાભ મળવાનો છે.ઘર આંગણે કૌશલ્યવર્ધન વિદ્યાર્થીઓને આ મકાનનું ઉદ્‌ઘાટન થઇ જશે ત્યારે જેનો સીધો લાભ આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીને થશે તેથી વિદ્યાર્થી આલમમાં ખુશીનો માહોલ જોવા મળે છે.