મુંબઈ

નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કને ૨૬૭૭ કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ ના ચોથા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કને ૧૩૮૮ કરોડ રૂપિયાની ખોટ રહી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કની વ્યાજ આવક ૧૧ ટકા વધીને ૭૫૫૫ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ ના ચોથા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કની વ્યાજ આવક ૬૮૦૮ કરોડ રૂપિયા રહી હતી. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કના ગ્રૉસ એનપીએ ૩.૪૪% વધીને ૩.૭૦% રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કના નેટ એનપીએ ૦.૭૫% થી વધીને ૧.૦૫% રહ્યા છે. 

રૂપિયામાં એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કના ગ્રૉસ એનપીએ ૨૧૯૯૮ કરોડ રૂપિયાથી વઘીને ૨૫૩૧૫ કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કના નેટ એનપીએ ૪૬૧૦ કરોડ રૂપિયાથી વધીને ૬૯૯૪ કરોડ રૂપિયા રહ્યા છે. 

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કના પ્રોવિઝન ૪૬૦૪ કરોડ રૂપિયાથી ઘટીને ૩૨૯૫ કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે ગત વર્ષ ચોથા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કના પ્રોવિઝન ૭૭૩૦ કરોડ રૂપિયા રહ્યા છે.