બેસલ, 

ભારતના કિદામ્બી શ્રીકાંતે બુધવારે સ્વિસ ઓપન સુપર ૩૦૦ બેડમિંટન ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ચોથા ક્રમાંકિત શ્રીકાંતે પોતાની પ્રથમ રાઉન્ડની મેચમાં હમવતન સમીર વર્માને ૧૮-૨૧, ૨૧-૧૮, ૨૧-૧૧ થી હરાવ્યો. ભૂતપૂર્વ વિશ્વના નંબર ૧ શ્રીકાંતે એક કલાક અને એક મિનિટમાં આ મેચ જીતી લીધી હતી.બીજા રાઉન્ડમાં હવે શ્રીકાંતનો મુકાબલો ફ્રાન્સના થોમસ રક્ષેલ સામે થશે. જેણે રાઉન્ડ મેચમાં કેનેડાના જિયાડોંગ શેંગને ૨૧-૧૮, ૨૧-૧૪ થી હરાવ્યો હતો.જોકે એચએસ પ્રણયને પહેલા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એક કલાક અને બે મિનિટ ચાલેલી મેચમાં નેધરલેન્ડના માર્ક કેલજાઉએ પ્રણયને ૨૧–૧૯,૯–૨૧, ૨૧-૧૭ થી હરાવ્યો હતો.