મુંબઈ-

કોરોનાની મહામારીના કારણે મોટા પડદાને બદલે OTT પ્લેટફોર્મ પર ફિલ્મો રિલિઝ કરવામાં આવી રહી છે. આજે ૧૩ ઓગસ્ટના રોજ ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઇ રહી છે અને ચાહકો આતુરતાથી તેની રાહ જોઇ રહ્યા છે, તેમાની એક ફિલ્મ છે “ભુજ ઘ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”

ભુજ ઘ પ્રાઇડ ઓફ ઇન્ડિયા

અજય દેવગણની ફિલ્મ ભુજ (BHUJ-THE PRIDE OF INDIA) આજે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલીઝ થઇ રહી છે. આ ફિલ્મના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧ ના યુદ્ધ પર આઘારિત છે. અજય દેવગણ આ ફિલ્મમાં સ્કવોડ્રોન લીડર વિજય કર્ણિકની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અજય સાથે સોનાક્ષી સિન્હા (Sonakshi sinha), નોરા ફતેહીમ (Nora Fatehi), એમી વિર્ક, સંજય દત્ત (Sanjay Dutt) અને શરદ કેલકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મની રિયલ સ્ટોરી

 આ ફિલ્મની કહાની ભૂજના માધપરની વિરાંગનાઓ વિશે છે. જેમણે ૧૯૭૧ના યુદ્ધ માટે માત્ર ૭૨ કલાકમાં એરસ્ટ્રીપ બનાવીને અદ્દભૂત બહાદુરીના દર્શન કરાવ્યા હતા. ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન એરસ્ટ્રીપ નષ્ટ થયુ હતુ, ત્યારે આ વિરાંગનાઓએ માત્ર ૭૨ કલાકમાં એરપોર્ટના રનવેની કામગીરી પૂર્ણ કરી હતી. કચ્છ કલેક્ટરની એરસ્ટ્રીપ માટેની એક હાકલના પગલે માધપરની ૩૨૨ જેટલી સાહસી મહિલાઓ પૂરા જોમ સાથે યુદ્ધમાં સહભાગી બની હતી. કચ્છના માધપરમાં ૫૪ લાખનાં ખર્ચે વિરાંગના સ્મારક બનાવવામાં આવ્યું હતું. એરસ્ટ્રીપ બનાવવામાં ભાગ લેનાર ૩૨૨ મહિલાઓમાંથી હાલ ૪૭ વીરાંગનાઓ હયાત છે. તેમાની મોટા ભાગની મહિલાઓ માઘાપરમાં જ રહે છે. ૧૯૭૧ના યુદ્ધમાં ભારતનો પાકિસ્તાન સામે જળહળતો વિજય થયો હતો, એ જીતની સહભાગી બનેલી કચ્છની મહિલાઓએ દેશના ઇતિહાસમાં સુનહરા અક્ષરે પોતાનું નામ અંકિત કર્યું છે.