મુંબઇ

અમિતાભ બચ્ચનની બીજી આંખનું ઓપરેશન પણ થઈ ગયું છે. 78 વર્ષના બિગ બીએ બીજી આંખની સર્જરીના ન્યૂઝ ટ્વિટર દ્વારા ફેન્સને આપ્યા છે. છેલ્લા ઘણા દિવસથી અમિતાભ આંખની સર્જરીને લઈને ન્યૂઝમાં છે. હાલમાં તેમણે એક આંખની સર્જરીને લઈને અનુભવ વર્ણવ્યો હતો.


અમિતાભ બચ્ચને ટ્વીટમાં લખ્યું છે કે, 'અને બીજી આંખની સર્જરી પણ સારી રીતે થઈ ગઈ છે...હવે રિકવર થઈ રહ્યો છું. બધુ ઠીક છે. મોડર્ન મેડિકલ ટેક્નોલોજીનો ચમત્કાર અને ડોક્ટર HMના હાથની નિપુણતા, લાઈફ ચેન્જિંગ એક્સપીરિયંસ રહ્યો. હવે તમે તે જોઈ શકો છો, જે પહેલા નહોતા જોઈ શકતા...ખરેખર એક સુંદર દુનિયા'.

આ પહેલા અમિતાભ પોતાના બ્લોગમાં પહેલી સર્જરી થયા બાદનો અનુભવ શેર કર્યો હતો. બિગ બીએ પોતાના બ્લોગમાં ફેન્સ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતા અને શુભકામનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, 'મેડિકલ કંડિશન માટે ચિંતા દર્શવવા અને પ્રાર્થના માટે આપ સૌનો આભાર. આ ઉંમરે આંખનું ઓપરેશન નાજુક અને ખૂબ ગંભીરતાથી હેન્ડલ કરવું પડે તેવું હોય છે. પણ સૌ સારું થયું છે અને આશા છે કે આગળ પણ સારું રહેશે. દ્રષ્ટિ અને રિકવરી મંદ છે, જેના કારણે લખવામાં તકલીફ થાય છે માટે કોઈ ટાઈપિંગ એરર હોય તો માફ કરશો'.

આ બાદ અમિતાભ બચ્ચને વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ગૈરી સોબર્સ વિશેની મજેદાર કહાણી સંભળાવી હતી. જેમાં મેદાનમાં 3 બોલ દેખાતી વાત જણાવી હતી. બિગ બીએ લખ્યું હતું કે, 'મારી આંખની હાલત પણ આવી કંઈ જ છે...મને દરેક શબ્દના ત્રણ અક્ષર દેખાય છે અને હું વચ્ચેનું બટન દબાવું છું.