વડોદરા, તા.૫

સાવલી તાલુકાના અમરાપુરા ગામે રહેતા કમલેશ દેવજીભાઈ હરીજન (ઉં.વ.રપ) મંજુસર ખાતે ગ્રામ પંચાયતમાં સફાઈસેવક તરીકે નોકરી કરે છે. તેની સાસરી વાઘોડિયા તાલુકાના ચીપડ ગામે હોય તેઓ લોકશાહીના પર્વ એવા વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન કરવા પત્ની, પુત્ર (ઉં.વ.૪), સાળી સ્નેહા મહેશભાઈ હરીજન (ઉં.વ.૧પ) અને અસ્મિતા મહેશભાઈ હરીજન (ઉં.વ.૧૦) બાઈક પર ચાર સવારી ચીપડથી અમરાપુરા ગામે આવી રહ્યા હતા તે દરમિયાન જરોદ રોડ પર રોંગસાઈડ પર પૂરઝડપે આવી રહેલ કારચાલકે બાઈકને અડફેટમાં લીધી હતી. આ બનાવમાં બાઈકસવાર ચારેયને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જ્યારે કાર રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી, જેમાં કારચાલકનો બચાવ થયો હતો. બાઈકસવાર ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ જરોદ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.