/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

અંકલેશ્વરની અંસાર માર્કેટ નજીક ટ્રેલરની અડફેટે બાઈક ચાલકનું મોત

અંકલેશ્વર, અંકલેશ્વર પાસેના ને.હા. પર અંસાર માર્કેટ નજીક એક ટ્રેલરના ચાલકે બાઈકને અડફેટમાં લીધા બાદ થ્રી-વ્હીલર ટેમ્પા સાથે અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકને ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામે રહેતા પ૬ વર્ષીય મહંમદ અસલમ મલિક તા.ર૦મી માર્ચના રોજ અંસાર માર્કેટમાં ભંગારના ગોડાઉન પરથી પોતાની બાઈક લઈને નમાજ પઢવા માટે જતો હતો, તે દરમિયાન ને.હા. પર અંસાર માર્કેટ નજીક પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરના ચાલકે તેમની બાઈકને અડફેટમાં લઈ દૂર સુધી ઢસડયો હતો જેનાથી તેને ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અડફેટમાં લીધા બાદ થ્રી-વ્હીલર ટેમ્પા સાથે અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકને ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું ત્યાર બાદ ટ્રેલકચાલકે થ્રી વ્હીલર ટેમ્પા સાથે અકસ્માત સર્જયો હતો, જેથી ટ્રેલરચાલક ટ્રેલર મુકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની જાણ શહેર પોલીસને થતાં પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો અને મહંમદ અસલમ મલિકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસે ટ્રેલરચાલક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળના ચક્રો ગતિમાન કર્યાં છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution