વડોદરા : વિદેશ જવા ઇચ્છુકોને બોગસ માર્કસિટ આપનારાઓ સામે વડોદરા પોલીસે કડક કાર્યવાહી કરતાં લેભાગુ એજન્ટોએ હવે વડોદરા છોડી આણંદ જઇ ગોરખ ધંધા શરૂ કર્યા હોવાનું બહાર આવ્યું છે. આણંદ એસ.ઓ.જી. મંગળપુરા વિસ્તારમાં ખોડલ કન્સલટન્સી દરોડો પાડી એમ.એસ.યુ.ની એસ.પી.યુ.નીની ૧૦૬ બનાવટી માર્કસિટ, ગુજરાત બોર્ડની ૧૬ માર્કસિટ સર્ટિફિકેટ, ૩૦ પાસપોર્ટ અને ૨૨ લાખ રોકડા ઝડપી ૩ને ઝડપી પાડ્યા છે. જે પૈકી બે વડોદરાના છે. 

વડોદરા પોલીસ બે માસ અગાઉ રાજ્યવ્યાપી બોગસ માર્કસિટનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. એવામાં આણંદ એસ.ઓ.જી.ને બાતમી મળતા મંગળપુરાના એક ફ્લેટમાં ચાલતી ખોડલ કન્સલટન્સી નામની વીમી કન્સલટન્ટની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. જ્યાં વિદેશ જવા ઇચ્છુકોને બોગસ માર્કશિટના આધારે મોકલવાનું સ્કેટ ચાલતું હતું. પોલીસે એકની અટકાયત બાદ પુછપરછ હાથ ધરતાં વડોદરાના બે ભેજાબાજાેની પણ સંડોવણી બહાર આવતાં પોલીસે બન્નેને ઝડપી લીધા છે. ઓફિસમાંથી બનાવટી માર્કશિટનો જથ્થો અને ૨૨.૫૦ લાખની રોક્કડ રકમ મળી ૨૩.૫૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આંણદ એસોજી પોલીસને માહિતી મળી હતી કે મંગળપુરા વિસ્તારમાં આવેલા અતિથિ એપાર્ટમેન્ટમાં કનુભાઇ રજાભાઇ રબારી ખોડલ કન્સલટન્સી ચલાવી વિદેશ જવા ઇચ્છુકોને બનાવટી માર્કશીટ અને દસ્તાવેજાે બનાવી પુરા પાડે છે. ર્જીંય્ને મળેલી બાતમીના આધારે રહેણાંક ફ્લેટમાં ચાલતા ખોડલ કન્સલટન્સીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા માં પોલીસને કનુ રબારી હાજર મળી આવ્યો હતો. પોલીસે ટેબલ પર પડેલા કવર અને અન્ય દસ્તાવેજાે અંગે પુછતા કનુ સંતોષકાર જવાબ આપી શક્યો ન હતો. જેથી તપાસ કરતા સ્જીેં, જીઁ યુનિ. સહીત રાજ્યની અનેક યુનિ.ની બોગસ માર્કશીટનો જથ્થો અને સિક્કા મળી આવ્યાં હતા. તદઉપરાંત રબર સ્ટેમ્પ બનાવવાનુ ઇલેકટ્રીક મશીન, સરકારી ઓફીસોના રબર સ્ટેમ્પ સહીત, જુદા જુદા નામ સરનામા વાળા ૩૦ પાસપોર્ટ અને રૂ. ૨૨.૫૦ લાખની રોકડ રકમ મળી આવી હતી.

પોલીસે આ અંગે કનુ રબારીની પુછપરછ કરતા વડોદરા ખાતે રહેતા આદિત્ય ચંદ્રવદન પટેલના સંપર્કથી હીરેન ઉર્ફે સાનુ ચન્દ્રકાંત સાઠમ મારફતે વિદેશ જવા ઇચ્છુકોની જરૂરીયાત મૂજબ બનાવટી દસ્તાવેજાે બનાવ્યાં હોવાનુ જણાવ્યું હતુ. જેથી પોલીસે કનુ રબારી વડોદરાના આદિત્ય ચન્દ્રવદન પટેલ અને હિરેન ઉર્ફે સોનુ ચન્દ્રકાંત સાઠમ વિરૂદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ક્યા દસ્તાવેજાે અને સાધનો કબજે થયા

• જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓની બનાવટી ૧૦૬ માર્કશીટ અને સર્ટીફીકેટ

• જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓની અસલ ૧૬ માર્કશીટ અને સર્ટીફીકેટ

• ૩૦ ભારતીય પાસપોર્ટ

• રૂ. ૨૨. ૫૦ લાખની રોકડ રકમ

• ૩ મોબાઇલ ફોન

• ૧ કોમ્પ્યૂટર, સીપીયુ, પ્રીન્ટર, ૪ પેનડ્રાઇવ, લેમિનેશન મશીન, રબર સ્ટેમ્પ બનાવવાનુ મશીન

• વિવિધ યુનિ. તેમજ કોલેજ અને સરકારી ઓફીસના કુલ ૫૭ રબર સ્ટેમ્પ

• સહીત અનેક સ્ટેશનરી મટીરીયલ પોલીસને મળી આવતા કુલ રૂ. ૨૩,૫૬,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો.