/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

બોક્સિંગઃ ગૌરવ ક્વાર્ટર ફાઇનલમાં, બોસ્ફોરસ બોક્સીંગ ટૂર્નામેન્ટમાં સોનિયાની વિજયી શરૃઆત

ઇસ્તંબુલ

૨૦૧૮ કોમનવેલ્થ ગેમ્સના વિજેતા ગૌરવે પુરુષોની ૫૭ કિગ્રા વર્ગમાં કઝાકિસ્તાન અરાપોવ એડોસને ૫-૦થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. મહિલા વર્ગમાં વર્લ્‌ડ ચેમ્પિયનશીપની બ્રોન્ઝ મેડલ વિજેતા સોનિયાએ મહિલા ૫૭ કિગ્રા વર્ગમાં આજેર્ન્ટિનાની રોસોરિયો મિલોગ્રાસને ૫-૦થી હરાવી હતી. રાઉન્ડ ૨ માં બીજા દિવસે ૨૭ વર્ષીય સોનિયાનો સામનો સુરમેનેલી તુગકેનાઝ સાથે થશે. આ દરમિયાન ભારતના અન્ય ત્રણ બોકસરોને પોતપોતાની બાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો. કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા નમન તનવરને પુરુષોની ૯૧ કિલોગ્રામ કેટેગરીમાં બાકીના તુર્કીના યલાસિન મુહમ્મદે ૪-૧થી પરાજિત કર્યો હતો. જ્યારે પીએલ પ્રસાદ ૫૨ કિગ્રા વર્ગમાં કઝાકિસ્તાનના અબ્દિકદિર દમિર સામે ૦-૫ થી હારી ગયો હતો. પ્રિયાગ ચવ્હાણ (૭૫ કિગ્રા) અને પૂજાને ૭૫ કિગ્રા માં મહિલા વર્ગમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ટુર્નામેન્ટના બીજા દિવસે વર્લ્‌ડ ચેમ્પિયનશિપ પુરુષ વર્ગમાં બ્રોન્ઝ મેડલ વિજેતા શિવ થાપા (૬૩ કિગ્રા), દુર્યોધન નેગી (૬૯ કિગ્રા), બ્રિજેશ યાદવ (૮૧ કિગ્રા) અને કિશન શર્મા (૯૧ કિગ્રા) જ્યારે મહિલા વર્ગમાં નીખત જરીન (૫૧ કિગ્રા) અને પરવીન (૬૦ કિગ્રા) ચુનૌતી પડકારશે. આ ટૂર્નામેન્ટમાં ભારતના ૧૩ બોક્સર્સ ભાગ લઈ રહ્યા છે. જેમાં આઠ પુરૂષ અને પાંચ મહિલા બોકર્સ શામેલ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution