સ્ટટગાર્ટ 

ટોચની ક્રમાંકિત ટેનિસ ખેલાડી એશ બાર્ટીએ રવિવારે ફાઇનલમાં આર્યના સબાલેન્કાને ૩-૬, ૬-૦, ૬-૩થી હરાવીને ૨૦૧૯ ફ્રેન્ચ ઓપન પછી પોર્શ ગ્રાન્ડ પ્રિકસ ખિતાબ જીત્યો હતો. સબાલેન્કા પગમાં પટ્ટી બાંધીને રમી રહી હતી અને ત્રીજા સેટ પહેલા તેણે તબીબી સમયસમાપ્તિ પણ લીધી હતી. આ રીતે બાર્ટીએ તેના ખાતામાં કારકિર્દીનું ૧૧ મો ખિતાબ મેળવ્યો અને તે સતત ત્રીજી વખત વાપસી કરી જીત મેળવી છે. બાર્ટીએ શનિવારે ક્વાર્ટર ફાઇનલમાં એલિના સ્વિટોલિના અને ક્વાર્ટર ફાઇનલમાં કેરોલિના પ્લીસકોવાને હરાવી હતી. હવે બાર્ટી અને જેનિફર બ્રેડી ડબલ્સની ફાઇનલમાં ડિઝાયર ક્રાજજિક અને બેથેની મેટ્ટેક સેન્‌્વસની જાેડીનો મુકાબલો કરશે.