દિલ્હી-

વર્ષના પહેલા જ દિવસે ઑટો સેક્ટરથી દિલ તોડનારા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાની પ્રમુખ ઑટો નિર્માતા ફૉર્ડ મોટર કંપનીએ શુક્રવારના કહ્યું કે, તેણે ભારતની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથેના પોતાના પહેલાના જાહેર કરેલા ઑટો જાેઇન્ટ વેન્ચરને રદ્દ કરવાનો ર્નિણય કર્યો છે. કંપની ભારતમાં પોતાના સ્વતંત્ર સંચાલનને ચાલું રાખશે. ફૉર્ડે કહ્યું છે કે બંને કંપનીઓએ ર્નિણય કર્યો છે કે તે પોતાના સંબંધિત કંપનીઓની વચ્ચે પહેલાથી જાહેર ઑટોમોટિવ સંયુક્ત સાહસને કાર્યરત નહીં કરે.

ફૉર્ડ મોટર કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે બંને કંપનીઓએ ઑક્ટોબર 2019માં આ સંબંધમાં એક નિશ્ચિત કરાર કર્યો હતો, જેનો સમયગાળો ૩૧ ડિસેમ્બર 2020ના ખત્મ થયો. કંપનીએ કહ્યું કે છેલ્લા ૧૫ મહિના દરમિયાન મહામારીના કારણે વૈશ્વિક આર્થિક અને વ્યાવસાયિક સ્થિતિઓમાં પાયાના બદલાવોના કારણે ર્નિણય કરવામાં આવ્યો છે. આવામાં ફૉર્ડ અને મહિન્દ્રાએ પોતાની મૂડી ફાળવણીની પ્રાથમિકતાઓને ફરીથી નક્કી કરી.

ફૉર્ડે આગળ કહ્યું કે, “ભારતમાં સ્વતંત્ર સંચાલન ચાલું રહેશે.” અમેરિકાની કાર કંપનીએ સાથે જ કહ્યું છે કે, મહિન્દ્રાની સાથે તેના જાેઇન્ટ પ્રોજેક્ટ ચાલું રહેશે. એટલે કે મહિન્દ્રા કૉન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરાર અંતર્ગત ફૉર્ડ માટે કારો બનાવતી રહેશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કહ્યું છે કે, આ ર્નિણયની તેના પ્રોડક્ટ પ્લાન પર કોઈ અસર નહીં પડે.