મુંબઈ-

રીઝર્વબેંકે રેપો રેટ અને રીવર્સ રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. બેંકની આ જાહેરાત બાદ સેન્સેક્સમાં થોડો કડાકો નોંધાયો હતો. ત્યારબાદ સેન્સેક્સ મામૂલી દોઢસો પોઈન્ટ સુધીનો કડાકો નોંધાવીને 50,948 અંકો પર કારોબાર કરી રહ્યો હતો. પરંતુ તે પહેલા દિવસ દરમિયાન તે સૌથી ઊંચા સ્તર એટલે કે, 51,000ના રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયો હતો. નિફ્ટીએ પણ 15,000ના રેકોર્ડસ્તરને સ્પર્શ કર્યો હતો. આ પૈકી બેંકીંગ શેરો સૌથી આગળ રહ્યા હતા. નિફ્ટી બેંક ઈન્ડેક્સમાં 861 અંકોનો ઉછાળો આવતાં તે 36,000 પર બંધ રહ્યો હતો. એસબીઆઈના શેરોમાં સૌથી ઉપર 13 ટકાનો સુધારો જોવાયો હતો. 

એક્સચેંજ પરના 2823 શેરો પૈકીના 1339 શેરોમાં વધારો જોવાયો હતો જ્યારે 1326 શેરોમાં ઘટાડો જોવાયો હતો. શેરબજારોમાં રેકોર્ડ ઉછાળાને પગલે લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેંપમાં 201 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો.