દિલ્હી-

ભારતમાં સરકારી એજન્સીઝની બહાલી સાથે યુઝર્સના વપરાશમાં આવતા ભારતના સેંકડો પર્સનલ લોન એપ્સની ફેરચકાસણી કરી હોવાનું ઈન્ફોટેક જાયન્ટ ગુગલ તરફથી ગઈકાલે જણાવવામાં આવ્યું હતું. ગુગલના અધિકારીઓએ કરેલી ચકાસણીમાં જે એપ્સ તેમની સેફટી પોલીસીઝનો ભંગ કરનારા જણાયા, એ એપ્સ પ્લે સ્ટોરમાંથી હટાવ્યા હોવાનું પણ ગઈકાલે જણાવવામાં આવ્યું હતું. ગુગલ કંપન તરફથી અન્ય વણઓળખાયેલા એપ્સના ડેવલપર્સને સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કરતા હોવાની સ્પષ્ટતાઓ કરવાની સૂચના આપવામાં આવી હતી. જો એ સૂચનાઓનું પાલન કરીને કાયદા-નિયમોને અનુસરતા હોવાનું સિદ્ધ કરી ન શકે તો તેમના એપ્સ પણ પ્લે સ્ટોરમાંથી હટાવવાની ચીમકી ગુગલ તરફથી આપવામાં આવી હતી.