મુંબઈ-

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જુલાઇ માટેનો (ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઇન્ડેક્સ) ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે ૧૧.૫ ટકાનો વધારો થયો છે. જુલાઈ ૨૦૨૦ માં તેમાં ૧૦.૫૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એનએસઓના અહેવાલ મુજબ જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં મહિના-દર-મહિનાના આધારે ૭.૨ ટકાનો વધારો નોંધાયો છે. માસિક ધોરણે, જૂનમાં માત્ર ૫.૭ ટકા વધારો નોંધાયો હતો. આનો અર્થ એ છે કે જુલાઈમાં આર્થિક ગતિ ઝડપી થઈ છે. વાર્ષિક ધોરણે જૂનમાં ૧૩.૬૦ ટકા વધ્યો હતો. આ ઝડપ સુધારેલા ડેટા પર આધારિત છે.

તમને જણાવી દઈએ કે કોઈપણ દેશના અર્થતંત્રમાં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (આઈઆઈપી) નું વિશેષ મહત્વ છે. આ તે દેશની અર્થવ્યવસ્થામાં ઔદ્યોગિક વૃદ્ધિ કઈ ગતિએ થઈ રહી છે તે દર્શાવે છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે દેશના ઉત્પાદન સેવા ક્ષેત્રમાં આર્થિક મંદીનો સમયગાળો ચાલુ છે. અત્યાર સુધી દેશના ખાનગી ખેલાડીઓ રોકાણ કરવામાં ખચકાતા હોય છે. તેથી જ ઘણા ક્ષેત્રોની કંપનીઓમાં છટણી થઈ રહી છે.

ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક કોઈપણ દેશના અર્થતંત્રમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ તે દેશની અર્થવ્યવસ્થામાં ઔદ્યોગિક વૃદ્ધિ કઈ ગતિએ થઈ રહી છે તે દર્શાવે છે.

એનએસઓ દ્વારા શેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ઉત્પાદનમાં ૧૦.૫૦ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. માઇનિંગ આઉટપુટમાં ૧૯.૫૦ ટકા અને વીજ ઉત્પાદનમાં ૧૧.૧૦ ટકાનો વધારો નોંધાયો છે.

વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલ-જુલાઈ દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદન ૩૪.૧૦ ટકા રહ્યું હતું. ૨૦૨૦ માં આઈઆઈપીમાં એપ્રિલ-જુલાઈ દરમિયાન ૨૯.૩૦ ટકાનો ઘટાડો થયો હતો.