મુબંઇ-

ફોચ્ર્યુનની 40 અંડર 40ના લિસ્ટમાં આ વખતે અંબાણી પરિવારના બે સભ્યોના નામ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ઈશા અંબાણી અને આકાશ અંબાણીનું નામ છે. ફોચ્ર્યુનએ આ યાદીમાં ફાયનાન્સ, ટેકનોલોજી, હેલ્થકેર, પોલિટિક્સ અને મીડિયા તેમજ એન્ટરટેઈન્મેન્ટની કેટેગરી સામેલ કરી છે.

ઇશા અને આકાશનું નામ ટેકનોલોજી કેટેગરીમાં છે. દરેક કેટેગરીમાં વિશ્વની ૪૦ એવી હસ્તિઓને સામેલ કરાઈ છે જેની આયુ 40 વર્ષથી ઓછી છે. ફોચ્ર્યુને લખ્યું ઇશા અને આકાશે જિયોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ બંનેએ સોશિયલ મીડિયા કંપની ફેસબુકની સાથે 9.99 ટકાની ભાગીદારી માટે 5.7 બિલિયન ડોલરની ડીલને પણ સફળતાપૂર્વક પાર પાડી છે. ફોચ્ર્યુને લખ્યું છે કે ઈન્ટેલ, ક્વાલકોમ ને ગૂગલ જેવી કંપનીઓને રિલાયન્સ સાથે જાેડવા અને રોકાણનું કામ પણ આ બંનેના નેતૃત્વમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. 

જિયોમાર્ટને લોન્ચ કરવામાં પણ આકાશ અને ઇશાની ભૂમિકાની ફોચ્ર્યુને પ્રશંસા કરી છે. આકાશે 2017માં બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી છે, જ્યારે ઇશાએ યેલ અને સ્ટેનફોર્ડ જેવી સંસ્થામાંથી અભ્યાસ કર્યો છે.