દિલ્હી-

રિલાયન્સ ગ્રૂપમાં રોકાણ કરવાનુ કોરોના યુગમાં પણ ચાલુ જ છે. વિશ્વની સૌથી મોટી ટેક ઇન્વેસ્ટર કંપની સિલ્વર લેક પાર્ટનર્સએ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ના રિલાયન્સ રિટેલમાં 7500 કરોડના રોકાણની જાહેરાત કરી છે. તેના બદલે રિલાયન્સ રિટેલમાં સિલ્વર લેકને 1.75 ટકા ભાગીદારી મળશે. આ માટે રિલાયન્સ રિટેલનુ વેલ્યુએશન 4.21 લાખ કરોડ કરવામાં આવ્યુ છે.

મહત્વનુ છે કે, અગાઉ સિલ્વર લેક પણ આરઆઈએલની ટેક કંપની, જિઓ પ્લેટફોર્મ્સમાં રોકાણ કર્યું હતુ. સિલ્વર લેકએ, આ વર્ષે જિયો પ્લેટફોર્મમાં 10,200 કરોડ રૂપિયાનુ રોકાણ કર્યું હતુ. આ રીતે, સિલ્વર લેકએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બે કંપનીમાં રોકાણ કર્યું છે. મુકેશ અંબાણી, જિઓ પ્લેટફોર્મ્સ માથી કેટલોક ભાગ વેચ્યા પછી પણ, તેના છૂટક વ્યવસાય માટે રોકાણકારોની શોધમાં છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેની પેટાકંપની રિલાયન્સ રિટેલમાં, આશરે 10 ટકા ભાગ વેચવા માંગે છે. જેમાં કંપનીને સિલ્વર લેક તરીકે, પોતાનો પહેલો રોકાણકાર મળ્યો છે. ગયા અઠવાડિયે રિલાયન્સ રિટેલે, ફ્યુચર ગ્રૂપનો રિટેલ અને લોજિસ્ટિક્સ બિઝનેસ (બિગ બજાર) 24,713 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.