વડોદરા, તા.૩

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજરી આપનાર હોવાથી શહેર કોંગ્રેસના કાર્યકરો ખાનગી વાહનો અને લકઝરી બસમાં સુરત જવા રવાના થયા હતા. પરંતુ પોલીસે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોને ભરૂચ અને સુરત અટકાવ્યા હતા.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેશી, ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, પુષ્પાબેન વાઘેલા સહિત અગ્રણીઓ અને કાર્યકરો ખાનગી વાહનો અને લકઝરી બસમાં સવારે સુરત જવા રવાના થયા હતા. પરંતુ અગ્રણીઓના વાહનોને સુરત પ્રવેશતાં જ પોલીસે અટકાવ્યા હતા, કોંગ્રેસના કાર્યકરોની એક બસને ભરૂચ હાઈવે પર અટકાવી પ૦ કાર્યકરોની અટકાયત કરીને તેમને ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અગ્રણીઓએ પોલીસની કામગીરી અંગે દમનગીરી હોવાનો આક્ષેપ કર્યો હતો.