સિડની:
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાયેલી બીજી ટી-20 મેચમાં લેગ સ્પિનર યુઝર્વેન્દ્ર ચહલે એક મોટી સિદ્ધિ મેળવી છે. ચહલે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેવાના મામલામાં જસપ્રીત બુમરાહની બરોબરી કરી લીધી છે.
ચહલે ઓસ્ટ્રેલિયા સામે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી ટી-20 મેચમાં ચાર ઓવરમાં 51 રન આપીને 1 વિકેટ ઝડપી. અને તેની સાથે જ તેણે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાની વિકેટની સંખ્યા 59 કરી લીધી છે.
બુમરાહે 50 મેચમાં 59 વિકેટ લીધી છે. જ્યારે ચહલે આટલી વિકેટ માટે 44 મેચ લીધી. આ ફોર્મેટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 25 રન આપીને 6 વિકેટ છે. આ યાદીમાં ઓફ સ્પિનર 52 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. તેના પછી ભુવનેશ્વર કુમારની 41, કુલદીપ યાદવની 39 અને રવિન્દ્ર જાડેજાની 39 વિકેટ છે. ટી-20માં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના લસિથ મલિંગાના નામે છે. મલિંગાએ 84 ટી-20 મેચમાં 107 વિકેટ લીધી છે. પાકિસ્તાનના શાહિદ આફ્રિદીના નામે 98 અને બાંગ્લાદેશના શાકિબ અલ હસનના નામે 92 વિકેટ છે.
ભારતે બીજી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે પરાજય આપ્યો. યજમાન ટીમે પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 194 રન બનાવ્યા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય્ હાંસલ કરી લીધું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ટી-20 સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments