/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

છ દિવસમાં ૨૦૫ સ્થળે ચેકીંગ હાથ ધરાયું

વડોદરા

વડોદરા મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોનાની મહામારીનો ત્રીજો તબક્કો શરુ થયા પછીથી આગ લાગી ત્યારે કૂવો ખોદવા નીકળ્યું હોય એમ એક સાથે વિવિધ ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં કોવિદ ગાઇડલાઇનનો અમલ થાય છે કે નહિ એની ચકાસણી કરવાને માટે સાગમટે અંદાજે બસો ઉપરાંત સ્થળોએ દરોડા પાડયા હતા. આ દરોડાઓમાં શહેરની હોટલ, રેસ્ટોરન્ટ, લારી, ગલ્લા, પથ્થર પર આરોગ્યની ટીમ ત્રાટકી હતી. તેમજ કાયદેસરની ઉપરાંત દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ૨૨ કિલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કર્યો હતો. વડોદરા મહાનગર પાલિકાની ખોરાક શાખા દ્વારા કોવિડ – ૧૯ની ગાઇડલાઇનનું પાલન કરવા બાબતે વડોદરા શહેરની હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ કેન્ટીન, મિઠાઇ-ફરસાણની દુકાનો તેમજ ચા-નાસ્તાની લારીઓ વિગેરેમાં આક્સ્મિક ચેકીંગ કરાયું હતું. આ ઇન્સ્પેકશનની કામગીરી દરમિયાન કુલ – ૨૦૫ હોટલ, રેસ્ટોરન્ટ, મિઠાઇ-ફરસાણની દુકાનો બેકરી તેમજ પ્રોવિઝન સ્ટોર, ચા-નાસ્તાની લારીઓ વિગેરેમાં કોવિડ – ૧૯ની ગાઇડલાઇનનું પાલન કરવા બાબતે ચેકીંગ કરી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ ૨૨ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા છેલ્લા ૬ દિવસથી વડોદરા શહેરના રેસકોર્ષ વિસ્તાર, મકરપુરા રોડ, માંજલપુર, આઇનોકસ રોડ, કારેલીબાગ, ગોત્રી, સેવાસી રોડ, વાઘોડીયા રોડ, દાંડીયા બજાર, ટાવર ચાર રસ્તા, સુરસાગર, એસ.એસ.જી. હોસ્પિટલ, સરદાર એસ્ટેટ, આજવા રોડ, ગોત્રી, અલકાપુરી, હરણી રોડ, અકોટા, જ્યુબીલી બાગ, રેલ્વે સ્ટેશન પાછળ વિગેરે વિસ્તારમાં આવેલ ૨૦૫ હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઇ-ફરસાણની દુકાનો,પ્રોવિઝન સ્ટોર, ચા-નાસ્તાની લારીઓ વિગેરેમાં કોવિડ ૧૯ની ગાઇડલાઇનનું પાલન કરવા બાબતે ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન ૨૨ કિલો અખાદ્ય ઘાણા, શાકભાજી, ચટણી, ફૂડ કલર તેમજ દાબેલીનો માવો વિગેરે અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આમ પાલિકાની ટીમ દ્વારા ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર જેવી કામગીરી કરીને સંતોષ માણ્યો હતો.

માસ્ક વિના ફરનાર પાસેથી રૂ.૭૨૪૦૦નો દંડ વસૂલાયો

વડોદરા મહાનગર પાલિકાના વિવિધ વોર્ડની ટીમો દ્વારા નાગરિકોને જાગૃત કરવા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી અને બાર વહીવટી વોર્ડના વિવિધ સ્થળોએ ચેકીંગ દરમિયાન કોવિડ -૧૯ની ગાઇડલાઇનનું પાલન થતુ ન હોવાને કારણે જાહેર આરોગ્યના હિતમાં માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરનાર પાસેથી રૂ.૭૨,૪૦૦/-ના દંડની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે દબાણ શાખાની ટીમો દ્વારા પેટ્રોલીંગ કરી નાગરિકો દ્વારા સોશીયલ ડિસ્ટન્સીંગનો હેતુ જળવાઇ તે બાબતની સમીક્ષા કરી તેનો અમલ ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution