દિલ્હી-

ભારત અને ચીન વચ્ચે સતત ચાલી રહેલો સરહદ વિવાદ હજુ થમવાનો નામ નથી લઈ રહ્યો. જેમાં એક મીડિયા રીપોર્ટમાં દાવો કરવામા આવ્યો છે કે ચીન પીપુલ્સ લીબરેશન આર્મીએ માનસરોવર તળાવ પાસે મીસાઈલ સીસ્ટમ લાગુ કરવાનું કામ શરૂ કર્યું છે.

ચીને સરફેસથી એર મિસાઈલ માટે સાઈટ નિર્માણ કરી રહ્યું છે. કેટલીક સેટેલાઈટ તસ્વીરો સામે આવી છે. જેમાં ઓપન સોર્શ ઇન્ટેલીજન્સ ડેટરેસ્ફાએ સેટેલાઈટ તસ્વીર જાહેર કરી છે. તસ્વીરોમા લીપુલેખ પાસે ટ્રાઈ જંક્શન વિસ્તારમા ચીનની એક્ટીવીટી દેખાઈ રહી છે. આ ઉપરાંત સતહથી હવામા માર કરનારી મિસાઈલ માટે સાઈટનું નિર્માણ માનસરોવર તળાવ પાસે કરવામા આવી રહ્યું છે.

આ ઉપરાંત ભારતે પણ ચીનની આ તૈયારીઓના પગલે તમામ ગતિવિધીઓ ભારતે પણ પોતાની તૈયારીઓ વધારી દીધી છે.જેમાં સુખોઈ -૩૦, એમકેઆઈ , મીગ -૨૯ અને મિરાઝ ૨૦૦૦ ને તૈનાત કર્યું છે. કારણ કે ચીનના કોઈ હુમલાનો જવાબ આપી શકાય.