વોશિંગ્ટન

ભારતમાં યુએસના નવા રાજદૂત લોસ એન્જલસના મેયર એરિક ગાર્સેટી હશે. યુએસ વ્હાઇટ હાઉસે આ વિશે સત્તાવાર માહિતી આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બીડેને લોસ એન્જલસના મેયર એરિક ગાર્સેટીને ભારતના યુએસના નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિ જો બિડેને એરિક ગાર્સ્ટીને નામાંકિત કર્યા છે. રાષ્ટ્રપતિ જો બિડેનના નામાંકન પછી યુ.એસ. સંસદના ઉપલા ગૃહ સેનેટથી પણ મંજૂરી મળી ગઈ છે. જે પછી 50 વર્ષીય એરિક ગાર્સેટી ભારતના વર્તમાન યુએસ રાજદૂત કેનેથ જસ્ટરની જગ્યા લેશે.

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સભ્ય બ્રાડ શર્મેને ટ્વીટ કર્યું હતું કે, "હું વિશ્વના સૌથી પ્રાચીન અને સૌથી મોટા લોકશાહી લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે લોસ એન્જલસના મેયર એરિક ગાર્સેટી સાથે મળીને કામ કરવાની રાહ જોઉ છું."

વ્હાઇટ હાઉસે કહ્યું છે કે 2013 થી લોસ એન્જલસના મેયર રહી ચૂકેલા એરિક ગાર્સેટી પાસે કામનો અનુભવ ઘણો છે. તે આ જવાબદારી સારી રીતે નિભાવશે.

લોસ એન્જલસના મેયરના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પણ આ માહિતી આપવામાં આવી છે. લોસ એન્જલસના મેયરના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરવામાં આવ્યું છે, 'રાષ્ટ્રપતિ (જો બિડેન) એ જાહેરાત કરી છે કે મને ભારતમાં અમેરિકી રાજદૂત તરીકે સેવા આપવા માટે તેમના વતી નામાંકિત કરવામાં આવ્યા છે. આ સેવા કરવા માટે હું મારું નામાંકન સ્વીકારું છું અને આ સન્માન માટે સન્માન અનુભવું છું. '

ભારતના યુએસના હાલના રાજદૂત કેનેથ જસ્ટરની નિમણૂક યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી.