પાદરા.તા.૧૬

પાદરાના ગામેઠા ગામે દલિત સમાજની મહિલાઓને કપડા ધોવાની મનાઈ ફરમાવ્યા બાદ ગ્રામ પંચાયત ઓફિસે રજૂઆત કરવા ગયેલા દલિત સમાજ અને પઢીયાર સમાજના લોકો આમને સામને આવી ગયા હતા.ઘટના બાદ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ગામેઠા ગામે તળાવની ધારે કપડા ધોવા કેમ આવો છો ? તેમ કહી જાતી વિષયક અપમાનજનક શબ્દો બોલી ગાળો આપી ગુનો કર્યાની ફરિયાદ વડું પોલીસ મથકે નોંધાઇ છે. આરોપી માનસંગ પઢિયાર ફરીયાદી ધર્મિષ્ઠાબેન દિપકભાઇ રાઠોડ (હિન્દુ વણકર) ગામે સવારે ૯.૩૦ કલાકે તળાવની ધારે કપડા ધોવા માટે ગયેલ તે વખતે આરોપીએ અહિંયા કેમ કપડા ધોવા માટે આવ્યા છો ? તેમ કહી ગાળો દેવા લાગેલ હતા, જેથી ફરીયાદીએ કહેલ કે તમે આવું શું કામ બોલો છો ? ત્યારે આરોપી માનસંગ પઢિયાર કહેલ કે તમે દાદીઓ થઇ ગઇ છો, તમને પાવર આવી ગ્યો છે. જ્યાં કેસ કરવો હોય ત્યાં જઇને કેસ કરી દો. તેમ કહી ફરીયાદી ધર્મિષ્ઠાબેનને જાતિ વિષયક અપ શબ્દો બોલ્યા હતા. જે અંગેની ફરિયાદ વડું પોલીસ મથકે ધર્મિષ્ઠાબેનએ નોંધાવતા વડું પોલીસે ઇ.પી.કો. કલમ ૨૯૪(ખ), એટ્રોસીટી એકટની કલમ ૩(૨)(૫-અ) મુજબ માનસંગ પઢીયાર વિરુદ્ધ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વડું પી.આઈ. વી.એમ.ટાંક, પી.એસ.આઈ. એન.બી.ચૌહાણ તથા સ્ટાફ સાથે બંદોબસ્તમાં ગામની પંચાયત પાસે હાજર હતા તે દરમ્યાન સાંજના ૬ વાગ્યે દલિત સમાજના નરેશભાઈ પરમાર, હસમુખભાઈ વણકર તથા દલિત સમાજના આગેવાનો સહીત નિલ્પેશભાઇ વાધ (રહે.તરસાલી વડોદરા) તથા પ્રવિણકુમાર પરમાર તથા અન્ય દલીત સમાજનાં ગામના તેમજ બહારથી આવેલ આગેવાનો તેઓની રજુઆત કરવા માટે આવેલ હતા તે વખતે ગામના પઢીયાર તેમજ પરમાર સમાજના માણસોનું ટોળું ગામની ભાગોળે ભેગું થવા લાગેલ હતું તે દરમ્યાન દલિત સમાજના આગેવાનોએ પોતાની રજૂઆત કરવાની ચાલુ રાખી હતી.દરમ્યાન ગામની ભાગોળે વધારે માણસો ભેગા થવા લાગેલ હતા.ટોળું એક સંપ થઇ “બજરંગ બળી જય” અને જય શ્રી રામ અને જય ભવાનીના નારા લગાવવાના શરુ કર્યા હતા જેથી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી બળપ્રયોગ કરતા ટોળુ વિખેરાય ગયેલ અને તે પછી કાયદો અને વ્યવસ્થાની સ્થીતી વધુ ન બગડે માટે અમો એ આ અંગે ઉચ્ચ અધિકારીઓને હકિકતથી વાકેફ કરી વધુ પોલીસ બંદોબસ્ત મંગાવેલ હતો. જેથી ગામનાં પઢિયાર સમાજનાં તેમજ પરમાર સમાજનાં આશરે ૨૦૦ થી ૨૫૦ માણસોનું ટોળુ ગામની ભાગોળે ભેગુ થઇ દલીત સમાજનાં તથા ગામના આગેવાનોની રજુઆત સાંભળતા હતા તે વખતે દલીત સમાજની રજુઆતની વિરૂધ્ધમાં એક સંપ થઇ બજરંગ બલીની જય, જય શ્રી રામ, જય ભવાની ના જાેર જાેર થી નારા લગાવી વિખેરાય જવાનું કહેવા છતા એક સંપ થઇ ભેગા થયેલ હોય જેથી તેઓનાં વિરૂધ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.