મુંબઈ-

આઇપીએલના બીજા તબક્કાની કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર સ્પોર્ટ્‌સે તમામ ટીકાકારોની યાદી જાહેર કરી છે. ગૌતમ ગંભીર સહિત ઘણા દિગ્ગજો હિન્દી કોમેન્ટ્રી લિસ્ટમાં સામેલ છે. તે જ સમયે કેવિન પીટરસન અને અંજુમ ચોપરા સહિત ઘણા દિગ્ગજોને અંગ્રેજી કોમેન્ટ્રીમાં સમાવવામાં આવ્યા છે.

હિન્દી કોમેન્ટ્રી ટીમમાં નવ લોકો છે, જ્યારે અંગ્રેજી કોમેન્ટ્રી પેનલ મોટી છે. કુલ મળીને તેમાં ૧૪ કૉમેન્ટેટર છે. ત્રણ કોમેન્ટેટર ઇંગ્લેન્ડના બે ન્યૂઝીલેન્ડના અને એક ઝિમ્બાબ્વે, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝના છે. હર્ષ ભોગલે અને સુનીલ ગાવસ્કર સહિત છ કૉમેન્ટેટર ભારતના છે.

કૉમેન્ટેટર માટે ટીકાકારોની યાદી

હિન્દી કોમેન્ટેટર્સ - આકાશ ચોપરા, ઈરફાન પઠાણ, ગૌતમ ગંભીર, પાર્થિવ પટેલ, નિખિલ ચોપરા, તાન્યા પુરોહિત, કિરણ મોરે, જતીન સપ્રુ અને સુરેન સુંદરમ.

અંગ્રેજી કૉમેન્ટેટરઃ હર્ષ ભોગલે, સુનીલ ગાવસ્કર, એલ શિવરામકૃષ્ણન, મુરલી કાર્તિક, દીપ દાસપુગ્તા, અંજુમ ચોપરા, કેવિન પીટરસન, ઇયાન બિશપ, મેથ્યુ હેડન, એલન વિકલિન્સ, ડેની મોરિસન, સિમોન ડૂલે, પૌમી મબાંગવા અને નિકોલસ નાઈટ.

તમને જણાવી દઈએ કે કોરોનાના કારણે આઈપીએલને મે મહિનામાં મુલતવી રાખવી પડી હતી. આ પછી, યુએઈમાં બાકીની મેચોનું આયોજન કરવાનો ર્નિણય લેવામાં આવ્યો. આઈપીએલની બાકીની ૩૧ મેચ ૧૯ સપ્ટેમ્બરથી રમાશે.

કોરોનાના કેસોમાં વધારો થવાને કારણે ૪ મેના રોજ આઈપીએલ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હતી. ત્યાં સુધીમાં ૨૯ મેચ રમાઈ ચૂકી હતી. હવે પ્લેઓફ અને ફાઇનલ સહિત કુલ ૩૧ મેચ રમાવાની છે. ટુર્નામેન્ટનો બીજો તબક્કો યુએઈમાં સમાપ્ત થશે, ત્યાં સુધીમાં ટી-૨૦ વર્લ્ડ કપ શરૂ થવામાં માત્ર ૩ દિવસ બાકી રહેશે.

આઈપીએલની તૈયારીઓ માટે આ સમયે તમામ ટીમો દુબઈ પહોંચી ગઈ છે. તમામ ટીમો આ વખતે ટાઇટલ જીતવા માટે દાવો કરવા માંગે છે. દિલ્હી કેપિટલ્સની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ બીજા સ્થાને છે.