વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડી સુધી વ્યાપક વિવાદોને લઈને ઉમેદવારોના નામની જાહેરાત કરવાની ફરજ પડી હતી. કેટલાક ઉમેદવારોના વોર્ડ બદલાય હતા. તો વિવાદને લઈને કેટલાકના નામ પાછળથી જાહેર કરાયા છે. કોંગ્રેસ દ્વાર્તા ફોર્મ ભરવાના અંતિમ દિવસે જે સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.એમાં વોર્ડ-૨માં અતુલ પટેલ, વોર્ડ-૩માં રોનક પરીખ, વોર્ડ-૧૦માં રંજન બ્રહ્મભટ્ટ અને અસ્ફાક મલેક, વોર્ડ-૧૨માં ચિરાગ શાહ, વોર્ડ-૧૪માં હેમાંગીની કોલકાર તથા વોર્ડ-૧૫માં નિલેશ ખત્રીનો સમાવેશ થાય છે. આ સાત નામો વિવાદને લઈને ભાજપને છેલ્લે છેલ્લે જાહેર કરવાની ફરજ પડી હતી.