ગાંધીનગર,

કોરોના રોગચાળાને કારણે ચાલી રહેલા લોકડાઉનને લીધે દરેક રાજ્યોના જીડીપીમાં મોટો ઘટાડો થશે, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૧માં ગોવા, ગુજરાત, સિક્કીમ જેવા રાજ્યના જીડીપીમાં નવ ટકાથી વધારે ઘટાડો થશે, એમ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

અમને લાગે છે કે કોરોનાના કારણે ચાલી રહેલા લોકડાઉનને લીધે રાજ્યોના જીડીપીમાં ૧.૪ ટકાથી ૧૪.૩ ટકા જેટલો ઘટાડો થશે, એમ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. કર્ણાટક, ઝારખંડ, તમિળનાડુ, કેરળ અને ઓરિસ્સામાં લોકડાઉનની અસર વધુ જાવા મળી હતી. મધ્ય પ્રદેશ, પંજાબ, બિહાર, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં લોકડાઉનની અસર સૌથી ઓછી જાવા મળી હતી.