દિલ્હી-

કોરોના કેસોમાં ઘટાડો અને અર્થતંત્ર સમાન્ય થયા હોવાના સમાચારની વચ્ચે ૮ માર્ચ, ૨૦૨૧ના રોજ ૧૦ ગ્રામ સોનાનો ભાવ ઘટીને ૪૪,૩૩૧ રૂપિયા થઇ ગયો હતો. જાે કે કોરોનાના કેસ ફરીથી વધતા સોનાના ભાવ ઝડપથી વધી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોરોનાને પગલે ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૫૭,૧૦૦ રૂપિયા થઇ ગયો હતો. સોનાના ભાવ કોરોનાની બીજી લહેરને પગલે ફરીથી એક વખત વધી રહ્યાં છે. છેલ્લા દસ દિવસમાં૧૦ ગ્રામ સોનાના ભાવમાં બે હજાર રૂપિયાથી વધુનો વધારો થયો છે.

કોરોના મહામારીનું વધતું સંક્રમણ અને લગ્નની સિઝનની ધ્યાનમાં રાખી વેપારીઓના અંદાજ મુજબ સોનાના ભાવમાં હજુ પણ વૃદ્ધિ જાેવા મળશે. સોનાનો અત્યાર સુધીનો ટોચનો ભાવ ગયા વર્ષે ઓગસ્ટમાં જાેવા મળ્યો હતો. તે સમયે ૧૦ ગ્રામ સોનાનો વાયદાનો ભાવ લગભગ ૫૭,૧૦૦ રૂપિયા થઇ ગયો હતો. યુપી ગોલ્ડ એસોસિએશનના સચિવ રામકિશોર મિશ્રાએ જણાવ્યું હતું કે સંક્ટની સિૃથતિમાં રોકાણની બાબતમાં લોકો સોનાને સૌથી સલામત ગણે છે. જેમ જેમ કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે તેમ તેમ સોનાના ભાવ ફરી વધી રહ્યાં છે.