દિલ્હી-

આસામ સરકારે કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આસામમાં કોરોના સંક્રમણના 1,992 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 2,498 દર્દીઓને રજા આપવામાં આવી હતી અને 27 દર્દીઓનાં મોત થયાં હતાં. રાજ્યમાં અત્યાર સુધી 5,17,041 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે 4,937 લોકોનાં મોત નીપજ્યાં છે. આસામમાં હાલ કોરોનાના 19,120 સક્રિય કેસ છે. કોરોનાની ત્રીજી લહેરને લઈને દેશભરમાં ભયનું વાતાવરણ છે. ત્યારે આસામ સરકારે જણાવ્યું છે કે, મુસાફરો કે જેમણે કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે, તેઓએ પણ આગમન પછી એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર ફરજિયાત કોરોના ટેસ્ટ માંથી પસાર થવું પડશે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોથી આવતા આવા મુસાફરો જેમણે રસીના બંને ડોઝ લીધા છે તેઓને પણ કોરોના પરીક્ષણ પ્રક્રિયામાંથી પસાર થવું ફરજિયાત રહેશે.