દિલ્હી-

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉન નો ક્રુર ચહેરો એકવાર ફરી સામે આવ્યો છે. આ વખતે કોરોના વાયરસ નિવારણ માટે બનાવવામાં આવેલા નિયમોના ઉલ્લંઘન પર એક વ્યકિતને જાહેરમાં ગોળીથી ઉડાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં લોકોને ડરાવવા માટે ઉત્તર કોરિયા એ ચીનની સરહદ પર એન્ટી એરક્રાટ ગનોને પણ તૈનાત કરી છે અને નિયમ તોડનારને જાેતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યો છે. તાનાશાહના આ આદેશ બાદ લોકોમાં ભયનો માહોલ છે.

રેડિયો ફ્રી એસિયાના હવાલાથી ડેલી મેલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, 28 નવેમ્બરે ઉત્તર કોરિયાની સેનાના તાનાશાહ કિમ જાેંગ ઉનના આદેશ પર એક વ્યકિતને જાહેરમાંગોળી મારી દેવામાં આવી. મૃતક કોરોના પ્રતિબંધોને તોડતા ચીનથી સામાનની તસ્કરી કરતા ઝડપાયો હતો. હકીકતમાં કોરોનાના ડરથી કિમે પોતાની સરહદને માર્ચથી જ સત્તાવાર પે બધં રાખી છે. તેથી ગેરકાયદેસર પથી ત્યાં અવર-જવર કરતા લોકો માટે ડર ઉભો કરવા આ પગલું ભરવામાં આવ્યું છે.

રિપોર્ટ પ્રમાણે ઉત્તર કોરિયા ભલે કોરોનાના મામલાથી ભલે ઇનકાર કરી રહ્યું હોય પરંતુ હકીકતમાં સ્થિતિ સારી નથી. તાનાશાહ કિમ જાેંગ કોરોનાના ખતરાથી ડરેલું છે. સરહદ ક્ષેત્રનના નિવાસિયોના ધમકાવવા માટે નિયમ તોડવાના આરોપીને જાહેરમાં ગોળી મારવામાં આવી છે. કિમ જાેંગ ઉનને શંકા છે કે ચીનની સરહદ પર બસેલા લોકો બીજીતરફના લોકોના વધુ સંપર્કમાં છે. યારે કેટલાક લોકો તસ્કરી જેવા કામોમાં પણ સંડોવાયેલા છે, જેનાથી કોરોનાનો પ્રસાર થઈ શકે છે.