/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

નવા ૫૦ એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ડિઝાઇન કોર્પોરેશન કરે : નર્મદા મંત્રી પટેલ

વડોદરા,તા.૮  

વડોદરા માંજલપુરના ધારાસભ્ય અને રાજ્યના નર્મદા મંત્રી યોગેશ પટેલ દ્વારા ગાંધીનગર ખાતે પાલિકાના કમિશ્નર અને અધિકારીઓ સાથે યોજાયેલી મિટિંગમાં નિમેટા પ્લાન્ટને માટે નવેસરથી ૬૮ કરોડના ટેન્ડરની પ્રક્રયાની વાતથી ભ્રષ્ટાચારીઓમાં ભૂકંપ સર્જાયો છે.આ બાબતે નર્મદા મંત્રીએ પાલિકાના કમિશ્નરને પત્ર લખીને સ્પષ્ટ જણાવી દીધું છે કે,નવા ૫૦ એમેલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ડિઝાઇન પાલિકા કરે.આ માગને લઈને નિમેટાના નવા પ્લાન્ટ બાબતે યોગેશ પટેલે ગાંધીનગરમાં પાલિકા તંત્રના કાન આમળ્યા હતા.

તેઓએ પાલિકાના કમિશ્નરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે,વડોદરાના નિમેટા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ પ્લાન્ટથી વડોદરા સુધીનું પાઇપલાઇનના કામનું ટેન્ડર મંજૂરીની પ્રક્રયા હેઠળ છે.મારી જાણમાં આવેલ છે કે,આ ટેન્ડરમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ડિઝાઇન કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવનાર છે.ભૂતકાળમાં આ પ્રકારની કામગીરીથી નિમેટા ખાતે સાત વર્ષ પહેલા બનાવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મુશ્કેલીઓ આવેલ છે.

આ પ્રકારે ફરીથી ન થાય તે માટે ટેન્ડરમાં ડિઝાઇન વડોદરા પાલિકા દ્વારા કન્સલ્ટન્ટ રોકીને તૈયાર કરાવીને ઇજારદારને પુરી પાડવામાં આવે.તેમજ તે મુજબ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું બાંધકામ થાય તે શહેરના હિતમાં છે.અગાઉ કોન્ટ્રાક્ટર દ્વારા ડિઝાઇન કરી નિમેટા ખાતે તૈયાર કરવામાં આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાથી શહેરના પૂર્વ તેમજ દÂક્ષણ વિસ્તારમાં એક વર્ષ જેટલા સમય સુધી દુષિત પાણી આવવાની સમસ્યા ઉદ્ભવી હતી.

જે બાબતે મારી સમક્ષ રજૂઆત પણ થઇ હતી.જે બાબતને મધ્યે નજર રાખીને હાલના ટેન્ડરમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ડિઝાઇન જો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવનાર હોય તો તે મુલતવી રાખી સૂચવ્યા મુજબનો એટલે કે વડોદરા પાલિકા દ્વારા ડિઝાઇન કરી કોન્ટ્રાક્ટરને પુરી પાડવાનો ટેન્ડરમાં ફેરફાર કરીને નવેસરથી ટેન્ડર પ્રક્રયા કરવા યોગ્ય કાર્યવાહી કરવાની પાલિકાના કમિશ્નર નલિન ઉપાધ્યાયને પત્ર લખીને લેખિતમાં માગ કરી છે.આ પત્રને લઈને હાલ તો હડકંપ મચી જવા પામ્યો છે.હવે સ્થાયી સમિતિની મિટિંગમાં આ બાબતે શું નિર્ણય લેવાય છે

એ જોવું રહ્યું. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution