દિલ્હી-

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ 1 મેથી શરૂ થનારી રસીકરણ અભિયાન માટે રસીના ભાવમાં ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારો માટે કોવિશિલ્ડના ભાવમાં રૂ.100 નો ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારોના જુદા જુદા ભાવો હોવાને કારણે વિપક્ષે આ વાતને લઈને મોદી સરકારની ઉપર સતત નિશાન સાધ્યું હતું. સીરમે તાજેતરમાં રાજ્ય સરકારોને કોવિશિલ્ડની ડોઝ દીઠ 400 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું, જેની કિંમત હવે ડોઝ દીઠ 300 રૂપિયા કરી દેવામાં આવી છે. આ કિંમતમાં ઘટાડો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના માલિક અને સીઈઓ આદર પૂનાવાલા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો હતો.


તેમણે કહ્યું કે, "સીરમ વતી એક પરોપકારી પગલું ભરતાં, મેં તરત જ રાજ્યોને રસીના ભાવ રૂ. 400 થી ઘટાડીને 300 રૂપિયા કરી દીધા." તેનાથી રાજ્ય સરકારોના ભંડોળમાંથી કરોડો રૂપિયાની બચત થશે. આની સાથે, વધુ રસીકરણ થઈ શકે છે અને લોકોનું જીવન બચી શકે છે. ''