મુંબઇ 

છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોવિડ-19 સામે લડાઈ લડી રહેલી 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ એક્ટ્રેસ દિવ્યા ભટનાગર હારી ગઈ અને સોમવારે વહેલી સવારે તેનું મૃત્યું થયું. નવેમ્બર મહિનામાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તે વેન્ટિલેટર હતી. તે સમયે બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં દિવ્યાની માતાએ આરોપ લગાવ્યો હતો કે, દિવ્યાને તેના પતિએ ગગને તરછોડી દીધી છે અને તે ફરાર થઈ ગયો છે. જેના કારણે એક્ટ્રેસની આ સ્થિતિ થઈ ગઈ છે. તો બીજી તરફ ગગને એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તે ફરાર થયો નથી. તે માત્ર કામથી મુંબઈ બહાર ગયો છે. આ સિવાય તેણે દિવ્યાની માતા અને તેના ભાઈ પર વળતા પ્રહાર પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, દિવ્યા અને ગગને ગયા વર્ષની 22મી ડિસેમ્બરે પરિવારની મરજી વિરુદ્ધ જઈને ગુરુદ્ધારામાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં માત્ર નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.



આ દરમિયાન, દિવંગત દિવ્યાની ખાસ ફ્રેન્ડ અને ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે ગગન સામે કેટલાક આક્ષેપો લગાવ્યા છે. વીડિયોમાં તે કહી રહી છે કે, 'આ વીડિયો હું આજે મારી નજીકની મિત્ર, મારા પરિવારની સભ્ય અને મારી બહેન દિવ્યા ભટનાગર માટે બનાવી રહી છું. તે આપણને છોડીને જતી રહી, તે મને છોડીને જતી રહી. હજુ હમણા તો તેણે પોતાની રીતે જીવન જીવવાનું શરૂ કર્યું હતું. તેણે નક્કી કર્યું હતું કે, તે પોતાની જાતને સંભાળશે. પોતાને મજબૂત બનાવશે. મને લાગે છે, ભગવાન પોતે પણ તેનું દુઃખ ન જોઈ શક્યા. છેલ્લા 9-10 વર્ષમાં મેં ક્યારેય દિવ્યાને કોઈના માટે ખોટું કરતાં નથી જોઈ. તેણે કોઈને દુઃખ નથી પહોચાડ્યું. બસ લોકોએ તેને દુઃખ આપ્યું. લોકોએ તેનો ઉપયોગ કર્યો. ખાસ કરીને રિલેશનશિપમાં. દરેક છોકરી ભૂલ કરે છે. એક રિલેશનશિપમાં વિશ્વાસઘાત મેળવ્યા બાદ, કોઈ આશરો આપે તો તે છોકરી કંઈપણ વિચાર્યા વગર તેને પોતાનો સપોર્ટ માની લે છે. તેનું બેકગ્રાઉન્ડ પણ જાણતી નથી. દિવ્યા તો સાવ માસૂમ હતી. એકદમ ભોળી હતી. એને હું સમજાવતી હતી. જો હું તેને સમજાવતી હતી તો સમજી શકો છો કે તે કેવી વ્યક્તિ હતી. હું પોતે ઈમોશનલ છું. મારા કરતાં વધારે ઈમોશનલ એ હતી. આ વીડિયો હું તે વ્યક્તિ માટે બનાવી રહી છું જેના કારણે દિવ્યાએ આટલું દુઃખ વેઠ્યું. મને ખબર છે કે દિવ્યાની સાથે જે થયું તે કોરોનાના કારણે થયું. પરંતુ, જે મેન્ટલ સ્ટ્રેસ, શારીરિક પીડા તેણે સહન કરી છે, તેવું કોઈની સાથે થાય તો તે સામાન્ય બીમારી સામે લડી પણ ન શકે. આ તો કોરોના હતો.જુઓ આ અભિનેત્રી વધુમાં શું કહ્યું