નવી દિલ્હી 

 બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ન્યાય આપવા માટે જંતર-મંતર પર ધરણા-પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ દરમિયાન બધાએ મૌન ધારણ કર્યું હતું અને સુશાંતની તસવીર સામે અવાજ ઉઠાવ્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ આપીને અને પરિવારને ન્યાય અપાવાની માંગ કરી હતી.

સુશાંતના મિત્રો ગણેશ હિવાડેકર અને અંકિત આચાર્ય મુંબઇથી અહીં આવ્યા છે તેથી તેમના મિત્રના મૃત્યુ મામલે ન્યાયની ઝુંબેશને વેગ મળી શકે. 

ગણેશ હિવાડેકર અને અંકિત આચાર્ય કહ્યુ હતુ કે તેઓ બધા ઇચ્છે છે કે કોઈ પણ સંજોગોમાં સુશાંતના ન્યાય માટે સળગતા મુદ્દાને બુઝવા ન જોઈએ. તેથી સતત ત્રણ દિવસ સુધી અમે દિલ્હીના જંતર મંતર પર બેસીશું અને ફક્ત પાણી પીને ભગવાનને પ્રાર્થના કરીશું.

મહારાષ્ટ્ર સરકાર પર વિશ્વાસ નથી અહીં હાજર લોકોએ મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સુશાંતના હત્યારાઓને ફાંસી આપવાની માંગ કરી હતી.આ પ્રદર્શનમાં કોઈ પશ્ચિમ ઉત્તર પ્રદેશથી તો કોઇ રાજસ્થાનથી અભિનેતાના ન્યાય માટે અહીં આવી પહોંચ્યા છે.